AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડા-યુએસ બોર્ડરે ચાર ગુજરાતીઓના મોત કેસની CID તપાસ કરશે

ગુજરાત પોલીસે આ સમગ્ર કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા સ્વતંત્ર રીતે કરાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ગેરકાયદે માનવ તસ્કરીનો ધંધો ચલાવતા લોકોની ગેંગ સુધી પહોંચવામાં આવશે.

કેનેડા-યુએસ બોર્ડરે ચાર ગુજરાતીઓના મોત કેસની CID તપાસ કરશે
Canada US border CID to probe four Gujarati deaths (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 9:59 PM
Share

કેનેડા- યુએસ(Canada) સરહદ પર ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના (Gujarat) કલોલના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુના અહેવાલો આવ્યા છે. જેની બાદ ગુજરાત પોલીસે આ સમગ્ર કેસની તપાસ સીઆઇડી(CID) ક્રાઇમ દ્વારા સ્વતંત્ર રીતે કરાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ગેરકાયદે માનવ તસ્કરીનો ધંધો ચલાવતા લોકોની ગેંગ સુધી પહોંચવામાં આવશે. આ અંગે ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ સમાચાર એજન્સી ભાષાને  જણાવ્યું હતું કે રાજ્યના સીઆઇડી-ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ગુજરાતમાં આ કામમાં સંડોવાયેલી સક્રિય ગેંગના સભ્યોને શોધી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ડીજીપી ભાટિયાએ જણાવ્યું હતું કે, “હાલ સુધી ગુજરાત પોલીસ આ મામલાની સમગ્ર તપાસમાં સામેલ નથ . જો કે, અમે માનવ તસ્કરી વિરોધી એકમને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. અમે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો અહીંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે તે સામાન્ય રીતે કાનૂની માર્ગ દ્વારા કરે છે. જો અમને ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટમાં લોકોની સંડોવણી જણાશે તો અમે તેમની સામે પગલાં લઈશું.”

તેમણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૃતક ગેરકાયદેસર રીતે કેનેડા ગયો હતો કે કાયદેસર રીતે પ્રવાસી વિઝા મેળવ્યા બાદ ત્યાં ગયો હતો.ડીજીપીએ કહ્યું, અમે જાણતા નથી કે તેઓ ગેરકાયદેસર રીતે કેનેડા ગયા હતા કે કાયદેસર પ્રવાસી વિઝા દ્વારા આ અંગે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આ મામલે વિગતવાર તપાસ કરશે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ડીંગુચા ગામમાં રહેતા એક જ પરિવારના ચાર લોકો કેનેડા-યુએસ બોર્ડર પર મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. તે વિસ્તારમાં કડકડતી ઠંડીને કારણે તેનું મોત થયું હતું.

જેમાં  જગદીશ પટેલ (35), તેની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના રહેવાસી હતા. તેઓ કથિત રીતે ભારતીયોના એક મોટા જૂથથી અલગ થયા હતા જેઓ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ ગયા હતા. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 30 ફૂટના અંતરે મળી આવ્યા હતા. આ પરિવાર લગભગ 10 દિવસ પહેલા કેનેડા ગયો હતો.

આ પણ વાંચો : Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા વધી, 46 દર્દીઓ આઇસીયુ પર

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">