અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા વધી, 46 દર્દીઓ આઇસીયુ પર

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 46 દર્દીઓ ICUમાં 8 દર્દી વેન્ટિલેટર અને 10 બાયપેપ પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 5:41 PM

અમદાવાદ(Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)  કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજયમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે. જેમાં મોટા ભાગના દર્દીઓ કોરોનાની હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. જયારે હવે હોસ્પિટલમાં સારવાર(Hospitalization )  લેનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 5 દિવસમાં 80 કેસથી વધીને 100 કેસ થયા છે. જેમાં કોરોનાના કેસ વધતા અસારવા સિવિલમાં એડમિશન રેશિયો વધ્યો છે. જેમાં હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 114 દર્દી દાખલ છે. જ્યારે આ દાખલ થયેલા દર્દીઓમાંથી 51 દર્દીઓએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો નથી. જ્યારે 21 દર્દીઓએ કોરોનાનો બીજો ડોઝ લીધો નથી.

આ ઉપરાંત અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 46 દર્દીઓ ICUમાં 8 દર્દી વેન્ટિલેટર અને 10 બાયપેપ પર છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં 23 જાન્યુઆરીના રોજ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અમદાવાદ કોરોનાના નવા 6191 કેસ નોંધાયા છે. જો કે અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. જયારે રાજ્યમાં સર્વાધિક 6 દર્દીઓના મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 3232 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 86 નવા કેસ સામે આવ્યા અને 82 દર્દી સાજા થતા રજા આપવામાં આવી.

આ પણ વાંચો : Ahmedabad: ધર્મની બહેન બનાવી તેની પુત્રી પર નજર બગાડી, સંબંધી બનીને વારંવાર દુષ્કર્મ આચરનાર પકડાયો

આ પણ વાંચો : ગીર સોમનાથ : ઊનાના દ્રોણેશ્વર ગૂરૂકુળમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને અનેરો શણગાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">