AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ

Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:39 PM
Share

એસપીજીના પ્રમુખ લાલજી પટેલે દાવો કર્યો કે અગાઉ એટલે કે પૂર્વિન પટેલ દ્વારા ખોટી રીતે હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે.. તેમાં જેમની નિમણૂક કરાઈ છે તેઓ પાસે એસપીજીનું સભ્યપદ પણ નથી.

મહેસાણામાં(Mehsana) સરદાર પટેલ ગ્રૂપમાં(SPG) હોદ્દેદારોની નિમણૂકને લઈ વિવાદ સર્જાયો છે.. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ(Lalji Patel)  અને પ્રવક્તા પૂર્વીન પટેલ આમને-સામને આવી ગયા છે. પહેલા પૂર્વીન પટેલે SPGના હોદ્દેદારોની નિમણૂક કરી. જે બાદ લાલજી પટેલે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે. લાલજી પટેલે દાવો કર્યો કે અગાઉ એટલે કે પૂર્વિન પટેલ દ્વારા ખોટી રીતે હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. તેમાં જેમની નિમણૂક કરાઈ છે તેઓ પાસે એસપીજીનું સભ્યપદ પણ નથી.. એટલું જ નહીં કોઈપણ ઠરાવ વિના આ નિમણૂક કરાઈ હતી. સાથે જ લાલજી પટેલે જાહેરાત કરી તે તેમણે કરેલી હોદ્દેદારોની નવી નિમણૂક જ માન્ય ગણાશે.તો બીજી તરફ પૂર્વીન પટેલે લાલજી પટેલે કરેલી નિમણૂકને અમાન્ય ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે. ગુજરાતમાં પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં પણ હવે ભાગલા પડયાની બાબત સામે આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે સૌથી વધુ સક્રિય SPG અને પાસ હતું. જે પૈકી એસપીજી ગ્રુપમાં ઘણા લાંબા સમય બાદ અંદરો અંદર વિખવાદ સર્જાયો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પ્રેસ નોટ જાહેર કરીને ખુલાસો કરવાની ફરજ પડી હતી.

આ સમગ્ર બાબત પર નજર કરીએ તો મહેસાણાથી સમગ્ર ગુજરાતમાં કાર્યરત એવા સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલે આજે એક પ્રેસ નોટ જાહેર કરી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, અત્યારેએસપીજી પરિવારના મેમ્બરોને તોડવા અને એસપીજી સંગઠન ને રાજકીય હાથો બનાવવા કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં spg ના બનાવટી લેટર પેડ નો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :  Surat: બાળકોના માતા-પિતા ચેતી જજો, પલસાણામાં એક વર્ષની બાળકીને કોરોના ભરખી ગયો

Published on: Jan 24, 2022 06:36 PM
g clip-path="url(#clip0_868_265)">