Gandhinagar Municipal Corporation Election Results 2021 LIVE: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, 44 માંથી 41 બેઠકો કબજે કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 3:33 PM

આપનુ નામ લીધા વિના સી આર પાટીલે કહ્યુ કે, ગુજરાતમાં ત્રીજા કોઈ પક્ષ માટે સ્થાન નથી તે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામે સાબિત કર્યુ છે.

Gandhinagar Municipal Corporation Election Results 2021 LIVE: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, 44 માંથી 41 બેઠકો કબજે કરી
Gandhinagar Municipal Corporation Election Results

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપે 41 બેઠકો પ્રાપ્ત કરીને મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ છે. તો સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કરી ચૂકેલ આમ આદમી પાર્ટીને ગાંધીનગર મહાનગરપાલિકામાં માત્ર એક જ બેઠક મળી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં જંગી બહુમતી મળ્યા બાદ, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે, ભાજપે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા વિજ્યોત્સવમાં ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે, ગાંધીનગરના મતદારોનો આભાર માનતા કહ્યુ કે, સરકાર અને સંગઠન ગાંધીનગરમાં સુમેળભર્યુ કામ કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં આવે છે. તેમણે કરેલા કામને ધ્યાને લઈને મતદારોએ ભાજપને સત્તા સોપી છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનમંડળને ગાંધીનગરે વધાવ્યુ છે. આપનુ નામ લીધા વિના પાટીલે કહ્યુ કે, ગુજરાતમાં ત્રીજા કોઈ પક્ષ માટે સ્થાન નથી તે આજે સાબિત થયુ છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યુ કે, વિધાનસભામાં 182 બેઠક જીતવાની છે ત્યારે ગાંધીનગરમાં કેમ ત્રણ બેઠક ઓછી આવી તેવો પ્રશ્ન પ્રદેશ પ્રમુખે પુછ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વિજેતા થયેલા ભાજપના તમામ ઉમેદવારોએ, પ્રજાની વચ્ચે રહીને કલ્યાણલક્ષી કામ કરવાની સલાહ આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Oct 2021 01:54 PM (IST)

    કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો

    ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.

    ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો. જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે.

    2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષ સાંસદ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગરના સાંસદ રહ્યા હતા.

  • 05 Oct 2021 01:02 PM (IST)

    ગાંધીનગર મહાનગર પાલિકામાં આપની એન્ટ્રી, ભાજપની પેનલ તૂટી

    ભાજપે બહુમતી માટે જરૂરી 23 થી વધુ બેઠકો મેળવીને કોર્પોરેશન પર જીત મેળવી છે. જો કે આ દરમ્યાન રાજ્યના પાટનગર ગાંધીનગરના આપની એન્ટ્રી થઈ છે. જેમાં ગાંધીનગર વોર્ડ 6 માં ભાજપની પેનલ તૂટી છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

    સુરત કોર્પોરેશનના જીત બાદ આમ આદમી પાર્ટીએ આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમજ હાલ એક બેઠક જીતીને આપે પાટનગરમાં પણ ખાતું ખોલી દીધું છે. ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસને નુકશાન થયું છે. જયારે વોર્ડ નંબર 6 માં ભાજપને પણ નુકશાન થયું છે.

  • 05 Oct 2021 12:33 PM (IST)

    કોંગ્રેસની હારના કારણો

    શહેરી મતદારોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરી કોંગ્રેસ પ્રજાનો અવાજ ઉઠાવવામાં સદ્દંતર નિષ્ફળ કોંગ્રેસના કાર્યકરોની ચૂંટણી પ્રચારમાં ઉદાસિનતા અયોગ્ય બુથ મેનેજમેન્ટથી કોંગ્રેસને નુકસાન ચૂંટણી પ્રચાર અંગે કોંગ્રેસનું નબળું આયોજન ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગઈ કોંગ્રેસ

  • 05 Oct 2021 12:28 PM (IST)

    ભાજપની જીતના કારણો

    નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન પેજ કમિટી ફરી એકવાર નીવડી કારગર 11 વોર્ડને 3 કેટેગરીમાં વહેંચવાની ફોર્મ્યુલા સફળ C કેટેગરીના વોર્ડમાં કરેલી મહેનત ફળી પ્રશ્નોના ત્વરિત ઉકેલથી જન આશિર્વાદ મળ્યા પ્રત્યેક વોર્ડની જવાબદારી એક-એક પ્રધાનને સોંપી ઉમેદવારના અસંતોષનું યોગ્ય સમાધાન પક્ષની આંતરિક જૂથબંધી દૂર કરાઇ જૂના જોગીઓને લગાડ્યા હતા કામે વિવિધ જ્ઞાતિના મોટા નેતાઓને સોંપાઇ હતી જવાબદારી

  • 05 Oct 2021 12:11 PM (IST)

    ગાંધીનગર મહાનગર પાલિકામાં વોર્ડમાં ભાજપની જીત બાદ કાર્યકરોએ ઉજવણી કરી

    ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટ ની જીત થઇ છે.

  • 05 Oct 2021 11:46 AM (IST)

    ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ અને આપનો સફાયો

    ગુજરાતમાં ગાંધીનગર મહાનગર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.

    ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

  • 05 Oct 2021 11:36 AM (IST)

    ગુજરાત ભાજપ ઓફિસ કમલમ પર વિજય મહોત્સવની તૈયારી

    ગુજરાત ભાજપ ઓફિસ કમલમ ખાતે વિજય મહોત્સવ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સી.એમ. ભૂપેન્દ્ર પટેલ બપોરે કમલમ ખાતે પહોંચશે.

  • 05 Oct 2021 11:32 AM (IST)

    ગાંધીનગર મહાનગર પાલિકામાં બહુમતી સાથે ભાજપનો ભવ્ય વિજય

    વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલનો વિજય થતા ભાજપે મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે જીતની ઉજવણી શરૂ કરી.

  • 05 Oct 2021 11:13 AM (IST)

    ગાંધીનગર મનપાનો ઈતિહાસ

    2010માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવી 2011માં પહેલી ચૂંટણી યોજાઈ હતી 11 વોર્ડની 33 બેઠકોમાંથી 18 કોંગ્રેસ, 15 ભાજપને મળી હતી કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા બન્યા હતા પ્રથમ મેયર અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પહેલા જ કર્યો હતો બળવો 3 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના હાથમાં સત્તા ગઈ મહેન્દ્રસિંહ રાણા 3 સભ્યો સાથે ભાજપમાં જોડાયા ભાજપે મહેન્દ્ર સિંહ રાણાને મેયર તરીકે યથાવત્ રાખ્યા 4 વર્ષ પૂર્ણ થતાં કોર્ટ મેટર થઈ કોર્ટ મેટર બાદ 1 વર્ષ મેયર તરીકે હંસા બા રહ્યા એપ્રિલ 2016માં બીજી વખત ચૂંટણી યોજાઈ હતી 32 બેઠકોમાંથી બંને પક્ષને 16-16 બેઠક મળી હતી તોડજોડની રાજનીતિ થઈ હતી અને ભાજપે સત્તા મેળવી પ્રવીણ પટેલ ભાજપમાં ભળ્યા અને મેયર બન્યા

  • 05 Oct 2021 11:12 AM (IST)

    નવા સીમાંકન બાદ પહેલી ચૂંટણી – ગાંધીનગર મનપાની આ ત્રીજી ચૂંટણી

    વર્ષ 2020માં થયું હતું નવું સીમાંકન નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ 8 વોર્ડને બદલે હવે થયા 11 વોર્ડ 32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ

  • 05 Oct 2021 11:08 AM (IST)

    મહાસત્તાનો મહાસંગ્રામ – કુલ 11 વોર્ડની 44 બેઠકોનું પરિણામ

    કુલ 162 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ભાજપના કુલ 44 ઉમેદવારો કોંગ્રેસના પણ કુલ 44 ઉમેદવારો આમ આદમી પાર્ટીના 40 ઉમેદવારો મનપાની 22 બેઠકો મહિલા અનામત 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત

  • 05 Oct 2021 10:53 AM (IST)

    ગાંધીનગર વોર્ડ નંબર 1 અને વોર્ડ નં 5 માં ભાજપની પેનલની જીત

    ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી ,ચારેય ઉમેદવારો જીત્યા. ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત. ઉમેદવાર કિંજલ કુમાર પટેલ, કૈલાશ બહેન સુતરિયા, પદમસિંહ ચૌહાણ અને હેમાબહેન ભટ્ટની જીત.

  • 05 Oct 2021 10:47 AM (IST)

    ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા

    આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા  અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

    મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.

Published On - Oct 05,2021 10:40 AM

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">