AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી પારસી પરિવારનો એ દીકરો જે બન્યો ઇંગ્લેન્ડનો સૌથી પ્રખ્યાત ગાયક, જાણો ગ્લોબલ સુપરસ્ટાર ફ્રેડી મર્ક્યુરીની અજાણી વાર્તા

દુનિયાભરમાં 'બોહેમિયન રેપસોડી' અને 'વી વિલ રોક યુ' જેવા સુપરહિટ ગીતોથી ધૂમ મચાવનાર બ્રિટિશ સિંગર ફ્રેડી મર્ક્યુરી પારસી હતા. જાણો પંચગનીની બોર્ડિંગ સ્કૂલથી શરૂ થયેલી તેમની અદભુત સફર વિશે.

ગુજરાતી પારસી પરિવારનો એ દીકરો જે બન્યો ઇંગ્લેન્ડનો સૌથી પ્રખ્યાત ગાયક, જાણો ગ્લોબલ સુપરસ્ટાર ફ્રેડી મર્ક્યુરીની અજાણી વાર્તા
Image Credit source: wikipedia
| Updated on: Jul 11, 2026 | 6:00 PM
Share

ઇંગ્લેન્ડના ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ગાયક મૂળ એક ગુજરાતી પારસી પરિવારના હતા, આ વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. તમે રોક મ્યુઝિકના શોખીન હોવ કે ન હોવ, પણ તેમના ગીતો તમે ક્યાંક ને ક્યાંક ચોક્કસ સાંભળ્યા જ હશે. આપણે વાત કરી રહ્યા છીએ ગ્લોબલ સુપરસ્ટાર ફ્રેડી મર્ક્યુરીની, જેમનું અસલી નામ ફરોખ બલસારા હતું.

વલસાડ સાથે જોડાયેલા છે મૂળિયાં

ફ્રેડીના માતા-પિતા મૂળ ગુજરાતી પારસી હતા. તેમની અટક ‘બલસારા’ પણ દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત શહેર વલસાડ પરથી આવી છે. નોકરીના સિલસિલામાં તેમના પિતા આફ્રિકાના ઝાંઝીબાર ચાલ્યા ગયા હતા, જ્યાં વર્ષ 1946માં ફરોખ (ફ્રેડી)નો જન્મ થયો હતો.

મહારાષ્ટ્રમાં ભણ્યા અને ભારતમાંથી જ શરૂ થઈ સંગીતની સફર

માત્ર 8 વર્ષની નાની ઉંમરે ફરોખને ભણવા માટે મહારાષ્ટ્રના હિલ સ્ટેશન પંચગનીની એક બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. આ સ્કૂલમાં જ દોસ્તોએ તેમને પહેલીવાર ‘ફ્રેડી’ નામ આપ્યું હતું, જે પાછળથી આખી દુનિયામાં ગુંજ્યું. ભારતમાં રહીને જ ફ્રેડીએ પિયાનો વગાડવાનું શીખ્યું અને સ્કૂલમાં જ પોતાનું પહેલું મ્યુઝિક બેન્ડ ‘ધ હેક્ટિક્સ’ (The Hectics) બનાવ્યું હતું.

ઝાંઝીબાર ક્રાંતિ અને ઇંગ્લેન્ડ તરફ પ્રયાણ

ત્યારબાદ ઝાંઝીબારમાં થયેલી ક્રાંતિ અને રાજકીય ઉથલપાથલને કારણે તેમનો આખો પરિવાર ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો. લંડન જઈને ફરોખ બલસારાએ સત્તાવાર રીતે પોતાનું નામ બદલીને ‘ફ્રેડી મર્ક્યુરી’ કરી લીધું. ત્યાં તેઓ ફેમસ રોક બેન્ડ ‘ક્વીન’ (Queen) ના મુખ્ય ગાયક (લીડ સિંગર) બન્યા.

બીટલ્સથી પણ ઉપર સ્થાન!

‘બોહેમિયન રેપસોડી’ (Bohemian Rhapsody) અને ‘વી વિલ રોક યુ’ (We Will Rock You) જેવા ઓલ-ટાઇમ ગ્રેટ ગીતો ગાનાર આ ગાયક આજે પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ભગવાન ગણાય છે. સંગીતના કદરદાનો તો તેમને સુપ્રસિદ્ધ બેન્ડ ‘બીટલ્સ’ (The Beatles) કરતાં પણ ઊંચું સ્થાન આપે છે. પરંતુ દુનિયાને હચમચાવી દેનારા આ રોકસ્ટારની વાર્તાની શરૂઆત એક સાદા ગુજરાતી-પારસી પરિવાર અને પંચગનીની બોર્ડિંગ સ્કૂલથી થઈ હતી તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

જુઓ Video

વરસાદમાં કારની અંદર ભરાઈ ગયું છે પાણી? ગભરાશો નહીં, તરત જ કરો આ કામ અને બચાવો લાખોની ગાડી

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
g clip-path="url(#clip0_868_265)">