AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેકાના ભાવે ઉનાળુ મગ વેચવા માંગતા ખેડૂતોએ 27 મેથી 10 જૂન સુધીમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન

ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27 મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. 10 જૂન એટલે કે, 15 દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ટેકાના ભાવે ઉનાળુ મગ વેચવા માંગતા ખેડૂતોએ 27 મેથી 10 જૂન સુધીમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2026 | 6:40 PM
Share

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલ તા. 27 મે, 2026થી ઓનલાઇન નોંધણી શરૂ થશે. આગામી તા. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્યસ્તરે જ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજિસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત છે.

ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27 મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. 10 જૂન એટલે કે, 15 દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉનાળુ મગનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈને VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ નોંધણી માટે ખેડૂતોનું બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે ખેડૂતો માટે ‘ફાર્મર રજિસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ જે સર્વે નંબરનો વિસ્તાર આવરી લેવાયો હશે, તેને જ ખરીદીની નોંધણી માટે ધ્યાને લેવામાં આવશે. જેથી, ખેડૂતોએ પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ ફાર્મર રજીસ્ટ્રેશનમાં કરાવી લેવા માટે ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

ખેડૂતોએ પોતાની સુવિધા અનુસાર બે પદ્ધતિથી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે

  1. ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
  2. આ ઉપરાંત ખેડૂતો ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

રજિસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે. રાજ્યના તમામ ઉનાળુ મગ પકવતા ખેડૂતોને સમયસર અને સત્વરે નોંધણી કરાવીને આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરીએ અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ 2025-26ના ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8768નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. હાલમાં રાજ્યમાં મગના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી, ભારત સરકારના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વિશ્લેષકોએ કરી દીધી ‘મોટી ભવિષ્યવાણી’ – જુઓ Video

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">