ધરતી પુત્રોની વ્હારે આવ્યા ઉદ્યોગપતિ, માવઠાથી થયેલા નુકસાન પેટે હેક્ટર દીઠ ₹11000ની કરી સહાય- Video
જુનાગઢના ખેડૂતોની વહારે બાદલપુર ગામના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી આવ્યા છે અને તેમણે માવઠાથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ટેકો કરવા હેક્ટર દીઠ 11 હજારની સહાયના ચેકનું વિતરણ કર્યુ છે.
કમોસમી વરસાદથી પાયમાલ થવાને આરે આવીને ઉભેલા ખેડૂતોની મદદે આવ્યો ખેડૂતપુત્ર. જુનાગઢ તાલુકાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ બાદલપુર, પ્રભાતપુર, સેમરાળા અને સાંખડાવદર ગામના ખેડૂતોને કરી આર્થિક સહાય. માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર ખાતે ખેડૂતોને સહાયની રકમનાં ચેકનું વિતરણ કરાયું.
1000 જેટલા ખેડૂતોને માટે દિનેશ કુંભાણીએ સહાય પેકેજ જાહેર કર્યું હતું. અગાઉ તેના માટે આ ગામનાં સરપંચો તથા સ્થાનિક આગેવાનો જોડે બેઠકો યોજાઇ હતી. ખેડૂત-ખાતેદારોની જમીન, ઉતારા, બૅન્કની વિગતો, આધાર કાર્ડ સહિતની માહિતી એકઠી કરાઇ. એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાયનાં ચેકનું વિતરણ કરાયું. આ નવતર પ્રયોગને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પરબધામના મહંત કરશનદાસ બાપુએ પણ બિરદાવ્યો.