‘દેવભૂમિ’ની અવદશા ! ગટરના પાણી રસ્તા ઉપર, સમસ્યાની વારંવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાની સલાયા નગરપાલિકા વિસ્તારમાં પ્રદૂષિત પાણી (polluted water)વહેતું જોવા મળે છે આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર બની ગયેલા તંત્રના પેટનુંપાણી પણ હલતું નથી.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાની સલાયા નગરપાલિકા વિસ્તારમાં પ્રદૂષિત પાણી (polluted water)વહેતું જોવા મળે છે આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર બની ગયેલા તંત્રના પેટનુંપાણી પણ હલતું નથી અને સમસ્યાનો ઉકેલ આવતો નથી. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ગણાતા ખંભાળિયાની સલાયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સલાયાના વોર્ નંબર ત્રણના બંદરરોડ પર ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નકકર ઉકેલ આવ્યો નથી અને ગટરનું પ્રદૂષિત પાણી રસ્તા પર વહેતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને નાગરિકોને અવરજવર માટે આ પ્રદૂષિત પાણીમાંથી જ પસાર થવું પડે છે. વારંવરા સર્જાતી આ સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થઈ ઉઠયા છે અને ગટર ઉભરાતા રોડ પર પ્રદૂષિત પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સામા ચોમાસે રોગચાળો ફેલાવાનો ભય
આ પાણીને કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ત્યારે આ ગંદા પાણીના યોગ્ય નિકાલ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી. ગટરના પાણી અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી.આથી હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રર્વતી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આવા પ્રદૂષિત પાણીથી મચ્છરની સમસ્યા વકરે છે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાવનો ભય પણ ઉભો થયો છે.
ગટરનું પાણી ઉભરાઇને બહાર વહી આવવાને લીઘે ઘરના બારી બારણા પણ બંધ રાખવા પડે છે. નાગરિકોના ઘરની સામે જ ગટરનું પાણી વહી જતું હોવાથી તેની દુર્ગંધથી પણ નાગરિકો તોબા પોકારી ઉઠયા છે હવેચોમાસું નજીકમાં છે ત્યારે જો આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગંદુ પાણી ઘરમાં આવે તેવી પણ સમસ્યા સર્જાઈ શકે છે. આ સંજોગોમાં નાગરિકોની ઉગ્ર માંગણી છે કે સલાયા નગર પાલિકાએ આ સમસ્યાનો નક્કર ઉકેલ શોધવો જોઈએ.