Ahmedabad : સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Ahmedabad : સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2024 | 10:05 AM

ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Ahmedabad Fire News : ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા.

ફાયર વિભાગની 11 ગાડી ઘટનાસ્થળે

સ્થાનિકો દ્વારા ફાયર વિભાગમાં જાણ કરતાની સાથે જ ફાયર વિભાગની 11 ગાડીઓ અને 6 અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હાલ આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બેનાં મોત

બીજી તરફ ગઈકાલે પાટણના સિદ્ધપુરના એક મકાનમાં આગ લાગી હતી. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતાં બાળક અને વૃદ્ધાનું મોત થયુ હતુ. મળતી માહિતી અનુસાર તિરુપતિ નગરમાં આવેલા મકાનમાં શોર્ટસક્રિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો  હતો.

g clip-path="url(#clip0_868_265)">