આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી,વહેલી સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફુંકાશે !
પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગુજરાતના ઘણા ભાગોમાં 29 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી પણ આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે.જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.
રાજ્યમાં કેટલુ રહ્યું તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, જુનાગઢ,મોરબી, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.