દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક ન થતા ભાજપ નેતાઓની ઉચ્ચકક્ષાએ રજુઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા (Khambhaliya) બનાવવામાં આવ્યું હતું. અને મુખ્ય મથક બનતાની સાથે જ ખંભાળિયાના લોકોને વધુ વિકાસ થાય અને વિકાસકાર્યોને વધુ વેગ મળશે તેવી આશા હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં (Khambhaliya) છેલ્લા એકાદ વર્ષથી કાયમી ચીફ ઓફિસરની (Chief officer) નિમણુંક ન થતા મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને (BJP)ભાજપના નેતાઓ અને નગર પાલિકાના હોદેદારોએ રજુઆત કરી, એક તરફ લોકોના કામ કરવા માટે ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ ખંભાળિયા નગર પાલિકામાં એક વર્ષમાં એક ડઝન જેટલાં ચીફ ઓફિસર બદલાયા છે. જેના કારણે લોકોના કામ કરવામાં તકલીફ પડતી હોય છે. જેથી ભાજપ દ્વારા જ ચીફ ઓફિસરની કાયમી નિમણુંક થાય તે માટે રજુઆત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા બનાવવામાં આવ્યું હતું. અને મુખ્ય મથક બનતાની સાથે જ ખંભાળિયાના લોકોને વધુ વિકાસ થાય અને વિકાસકાર્યોને વધુ વેગ મળશે તેવી આશા હતી. પરંતુ એક કહેવત છે ને કે “દિવા તળે જ અંધારું” તેવો જ ઘાટ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરનો સર્જાયો છે. છેલ્લા એકાદ વર્ષથી કાયમી ચીફ ઓફિસરની નિમણુંક નથી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી નગર પાલિકાનું ગાડું ગબળી રહ્યું છે. અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય પાલિકાના ચીફ ઓફિસરોને ચાર્જ આપવામાં આવ્યો છે. જેથી ખંભાળિયા શહેર વિસ્તારના લોકોના મહત્વના અને જરૂરી કામો થવામાં મુશ્કેલી પડી રહી છે.
ત્યારે હાલના ચીફ ઓફિસર જામ જોધપુર ફરજ બજાવે છે. તેઓને ખંભાળિયાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જે અઠવાડિયામાં એક કે બે વખત જ ખંભાળિયામાં આવે છે અને કામગીરી કરે છે. જેથી નગરપાલિકાના વિકાસના તેમજ મહત્વના દફ્તરી કાર્યો કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઈને ભાજપના જ નેતાઓ અને પાલિકાના હોદેદારો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી, સાંસદ સહિત ઉચ્ચ અધિકારીઓને આ અંગે રજુઆત કરવામાં આવી છે. અને કાયમી ચીફ ઓફિસરની નિમણુંક થાય તે માટે માંગ કરાઈ છે. મહત્વનું છે કે પાલિકાના વહીવટી કાર્યો કરવામાં મહત્વના 15 જેટલાં વિભાગમાં ચીફ ઓફિસરની સહીની જરૂર હોઈ સાથે જ અન્ય કાર્યો કરવામાં આપણે ચીફ ઓફિસરની સહીની જરૂરિયાત રહેતી હોય છે.
ત્યારે આ તમામ કાર્યો કરવામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર એક કે બે દિવસ જ અઠવાડિયામાં આવતા હોવાથી વિકાસલક્ષી કાર્યોમાં વિલંબ થતો હોવાથી ભાજપના નેતાઓએ હવે લોકોના કામો કરવામા તકલીફ થતી હોવાના કારણે ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણુંક થાય તેવી માંગ કરી છે. જ્યારે પાલિકાના તત્કાલીન વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરી હતી.
આ પણ વાંચો :Ahmedabad : વિશ્વમાં દર મિનિટે ત્રણ જણાના પગ “ડાયાબીટીક ફૂટ”ના કારણે કાપવા પડે છે
શું ટોલીવુડની લોકપ્રિય અભિનેત્રી નયનતારા બહુ જલ્દી લગ્ન કરશે ?? જાણો શું છે સત્ય