DWARKA : જિલ્લામાં વરસાદ તો 106 ટકા થયો, પણ મોટાભાગના ડેમો હજુ ખાલી કેમ ?

નોંધનીય છેકે ગુજરાતમાં આ વર્ષે પાછોતરો વરસાદ સારો નોંધાયો છે. અને, ભાદરવા મહિનામાં પડેલા ભારે વરસાદમાં જયાં વરસાદ ખાબકયો છે ત્યાં પાણી જ પાણી થઇ ગયું છે. તો ક્યાંક માત્ર નજીવો વરસાદ જ નોંધાયો છે. 

DWARKA : જિલ્લામાં વરસાદ તો 106 ટકા થયો, પણ મોટાભાગના ડેમો હજુ ખાલી કેમ ?
DWARKA: The rainfall in the district is 106 percent, but why most of the demos are still empty?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 1:17 PM

જિલ્લામાં 106 ટકા વરસાદ, માત્ર 6 ડેમો જ સંપૂર્ણ ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 106 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લાના ક્ષાર અંકુશ વિભાગના હસ્તક આવતા 14 ડેમ પૈકી 6 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 2 ડેમ 90 ટકાથી વધુ ભરાયા છે. તેમજ અન્ય 6 ડેમમાં નવા નીરની આવક જ નથી થઈ. આ ઉપરાંત જામખંભાળીયામાં આવેલ ઘી ડેમ 40 ટકા જેટલો ભરાતાં આગામી માર્ચ સુધી પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય. જ્યારે ઘી ડેમમાંથી પિયત માટે પાણી નહિં મળે.

જિલ્લામાં વરસાદ તો પૂરતો થયો, પણ ડેમ હજુ ખાલી કેમ ?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ સિઝનમાં કુલ 106 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં કુલ 14 ડેમ ક્ષાર અંકુશ વિભાગમાં આવેલ છે. તેમાંના 6 ડેમમાં 100 ટકા પાણી ભરાઇ ચૂક્યું છે. જ્યારે 2 ડેમ 90 ટકા ભરાયા છે. અને અન્ય 6 ડેમમાં નવા નીરની આવક જ ન થઈ. આ ડેમના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછી માત્રામાં થયો હોવાના કારણે ડેમમાં પાણીની આવક નોંધાઇ નથી.

જિલ્લાના કુલ 14 ડેમમાંથી 8 ડેમમાં અપૂરતો પાણીનો જથ્થો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયાને પાણી પૂરું પડતો ઘી ડેમ માત્ર 40 ટકા જ જળસંગ્રહ થયો છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પીવાના પાણીની જરૂરિયાતને સંતોષાય તેની પ્રાથમિકતા અપાઈ છે. તેવામાં આગામી માર્ચ સુધી જામખંભાળીયાને પીવાનું પાણી પૂરું પાડી શકાય તેમ છે. જેથી પિયત માટે ઘી ડેમમાંથી પાણી નહિ મળી શકે.

આ વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા સર્જાશે

જ્યારે જિલ્લાના ભાણવડ , દ્વારકા અને જામખંભાળીયા વિસ્તારોમાં આવેલ ક્ષાર અંકુશ વિભાગ હસ્તકના 6 જેટલા ડેમ ખાલી હોઈ અને ઓછી માત્રામાં જળસંગ્રહ થયો છે તેવા ડેમની આસપાસના વિસ્તારોમાં ખૂબ ઓછી માત્રામાં વરસાદ થયો છે. જેથી ડેમ પર કે આસપાસના ઉપરવાસમાં પણ પાણીની આવક થઈ ન હોઈ. જેથી ડેમમાં જળસંગ્રહ થઈ શક્યો નથી. જિલ્લામાં મોસમનો આજ સુધી કુલ 106 ટકા જેટલો વરસાદ થઈ ચુક્યો છે. છતાં પણ 6 જેટલા ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી.

નોંધનીય છેકે ગુજરાતમાં આ વર્ષે પાછોતરો વરસાદ સારો નોંધાયો છે. અને, ભાદરવા મહિનામાં પડેલા ભારે વરસાદમાં જયાં વરસાદ ખાબકયો છે ત્યાં પાણી જ પાણી થઇ ગયું છે. તો ક્યાંક માત્ર નજીવો વરસાદ જ નોંધાયો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">