દેવભૂમિ દ્વારકાઃ આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ કરશે જગત મંદિરના દર્શન, તંત્રની તડામાર તૈયારીઓ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ખાતે જગત મંદિરના દર્શન કરશે. એવી શકયતાઓ છે કે મુખ્યમંત્રી સપરિવાર જગત મંદિરના દર્શન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા કામનું નિરિક્ષણ કરશે.

દેવભૂમિ દ્વારકાઃ આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ કરશે જગત મંદિરના દર્શન, તંત્રની તડામાર તૈયારીઓ
Devbhoomi Dwarka: Tomorrow CM Bhupendra Patel will visit Jagat Mandir, intensive preparations by palika And police
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:20 PM

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ખાતે તારીખ 21 જૂલાઈના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) મુલાકાત લેશે. ત્યારે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શન કરશે. એવી શકયતાઓ છે કે મુખ્યમંત્રી સહપરિવાર જગત મંદિરના દર્શન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા કામનું નિરિક્ષણ કરશે. શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ  કર્યા બાદ તેઓ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન  પણ આપશે.મુખ્યમંત્રી  બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ  સૌ પ્રથમ વાર 22 જુલાઈ શુક્રવારના રોજ યાત્રાધામ દ્રારકાના મુખ્ય જગતમંદિરમાં દ્રારકાધીશના દર્શન કરશે. અષાઢીબીજના મુખ્યમંત્રીના પરીવાર દ્રારા દ્રારકાધીશના મંદિરમાં ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. અગાઉ ત્રણ વખત દ્રારકા મંદિરના કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યુ પરંતુ ત્રણ વખત કાર્યકમ રદ થયા હતા.

મુખ્યમંત્રી પદ પર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર જગતમંદિર ખાતે દર્શન માટે પહોંચવાના છે, ત્યારે તંત્રએ જિલ્લા કલેક્ટરથી માંડીને ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મુખ્યમંત્રી જિલ્લાની મુલાકાત લેવાના છે, 1 એસપી, 6 ડીવાયએસપી, 16 પીઆઈ, 40 પીએસઆઈ તેમજ 900 જેટલા પોલિસ જવાનો, જીઆરડીના જવાનો, એસઆરડીના જવાનો, અને હોમગાર્ડના જવાનોનો  સ્ટાફ ફરજ ઉપર ખડેપગે છે.

મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક દ્રારકા અધિકારીઓ, કર્મચારીઓ, પોલિસ અધિકારી, દેવસ્થાન સમિતી સહીતની ટીમ દ્રારા સમિક્ષા બેઠક કરવામાં આવી છે. મુખ્યમંત્રી હવાઈમાર્ગે 12 વાગ્યની આસપાસ દ્રારકા આવી પહોંચશે.

આ પણ વાંચો

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા દ્વારકા હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ સીધા જગત મંદિરે પહોંચશે અને દ્વારિકાધીશ જગત મંદિરે પૂજા અર્ચના કરી દર્શન કરશે. ત્યારબાદ તેઓ શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે. નોંધનીય છે કે જિલ્લામાં આગામી દિવસો દરમિયાન  ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે  તંત્ર દ્વારા વરસાદને પહોંચી વળવા માટેની તૈયારીઓ  પણ  કરવામાં આવી છે.

શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારકા, દ્રારકાધીશ મંદિર અને બાદમાં શિવરાજપુર  બીચની મુલાકાત લેશે. . જેને લઈને દેવભૂમિ દ્રારકા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા મુખ્યમંત્રીને આવકારવાી તૈયારીઓ  કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂકમણી મંદિર પાસે આવેલા હેલિપેડ ખાતે ઉતરશે અને પછી જગતમંદિરમાં  દર્શન કરવાના જવાના છે. જે તમામ સ્થળોએ વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્રારા ચકાસણી કરવામાં આવી છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">