દેવભૂમિ દ્વારકા: આકાશમાં પૂર્ણ ઊંચાઈએ લહેરાઈ જગતમંદિરની ધજા

દેવભૂમિ દ્વારકામાં 11 દિવસ બાદ જગત મંદિરની (Jagat Mandir) ધજા પૂર્ણ ઊંચાઈએ લહેરાતા મંદિર નજીકથી પસાર થતા તેમજ દૂરથી પસાર થતાં આસ્થાળુઓ ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવશે.

દેવભૂમિ દ્વારકા: આકાશમાં પૂર્ણ ઊંચાઈએ લહેરાઈ જગતમંદિરની ધજા
Devbhoomi Dwarka: The holy flag of Jagatmandir is flying high in the sky after 11 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 7:55 PM

યાત્રાધામ  દ્વારિકા  (Devbhoomi Dwarka) ખાતે જગત મંદિરની ધજા છેલ્લા 11 દિવસથી ખરાબ હવામાનને પગલે અડધી કાઠીએ ફરકી રહી હતી. જોકે હવે વાતાવરણ શુદ્ધ થતા ફરીથી જગત મંદિરની (Jagat Mandir) ધજા તેના મૂળ દંડ ઉપર જ ફરકાવવામાં આવી છે. નોંધનીય છે કે ખરાબ હવામાન, ભારે વરસાદ અને પવનને કારણે છેલ્લા 11 દિવસથી દ્વારિકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ ફરકી રહી હતી. ત્યારે આજે શુક્રવારના રોજ અબોટી બ્રાહ્મણોએ ફરીથી ધ્વજાજીને મૂળ ધજાદંડ ઉપર લહેરાવ્યા હતા.

 શાસ્ત્રમાં કહેવાયું છે  शिखर दर्शनम् पाप नाशनम्

ધજાના દર્શનનું ભગવાનના દર્શન જેટલું જ માહાત્મ્ય શાસ્ત્રમાં કહેવાયું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે  शिखर दर्शनम् पाप नाशनम्  મંદિરના કળશ અને તેની ધ્વજાને જોતા નમન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે છે. મંદિરના શિખર અને ધજાના દર્શન પણ ભગવાનના દર્શન કર્યા જેવી અનુભૂતિ કરાવે છે, ત્યારે હવે ફરીથી  દેવભૂમિ દ્વારકામાં 11 દિવસ બાદ જગત મંદિરની (Jagat Mandir) ધજા પૂર્ણ ઊંચાઇએ લહેરાતા મંદિર નજીકથી પસાર થતા તેમજ દૂરથી પસાર થતા આસ્થાળુઓ ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવશે.

શંકરાચાર્યની 4 પીઠ પૈકીની એક પીઠ છે દ્વારિકામાં

દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે. તેથી તે વલ્લભાચાર્યની પ્રણાલી પ્રમાણે અહીં પૂજા અર્ચના થાય છે અને મંદિરમાં પાંચ વખત ધ્વજારોહણ થાય છે. ચાર ધામ પૈકીના મહત્વના ગણાતા દ્વારિકાધીશ જગત મંદિરનું  દેશ વિદેશમાં આગવું મહત્વ છે. જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા  દ્વારિકાધીશ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો

આ પણ વાંચો

ખરાબ હવામાનને પગલે કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો હતો નિર્ણય

કલેક્ટર દ્વારા અબોટી બ્રાહ્મણોની સુરક્ષા માટે 15 જૂલાઈ સુધી ધજા અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મંદિરના અબોટી બ્રાહ્મણોને આ સૂચના આપવામાં આવી હતી અને પ્રાંત અધિકારીની સૂચનાથી દ્વારકાધીશના મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, સામાન્ય દિવસોમાં દ્વારકાધીશના જગત મંદિરમાં  એક દિવસમાં 5 વખત ધ્વજાજી બદલવામાં આવે છે અને આ ધજા બદલવાનું તેમજ તેના દર્શનનું આગવું માહાત્મ્ય છે. બદલવામાં આવે છે. અગાઉ તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે દ્વારકા જગતમંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા ખાબક્યો હતો ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકામાં  છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો  હતો. જેને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા અને ગોમતી ઘાટે દરિયામાં કરંટ જોવા મળતા ઉંચા ઉંચા મોજાં પણ ઉછળતા જોવા મળ્યા હતા. વરસાદ બાદ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ (Brijesh Merja) જિલ્લા પ્રભારી તરીકે જિલ્લાધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત અને બચાવકાર્યની સમીક્ષા દરમિયાન તેમણે જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમજ જિલ્લા સેવાસદનની બિલ્ડિંગમાં ઈમરજન્સી સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ રોડ-રસ્તા, વીજ પુરવઠો, આશ્રયસ્થાનો, પાણી પુરવઠો, રાહત અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જોકે હાલમાં પણ ગીર સોમનાથ, પોરબંદર , વેરાવળ અને દ્વારાકના દરિયાકાંઠે  ચેતવણીના પગલે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલા છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">