ભાવનગરના કોઇને કોઈ કારણસર ટલ્લે ચઢેલાં રિંગરોડના કામને આખરે મળી મંજૂરી , અલંગના ઉદ્યોગ માટે ફાયદાકારક

રાજ્ય સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગરપાલિકા દ્વારા ભાવનગરનો નવા બંદર થી ટોપ થ્રી સિનેમા અને માલણકા સુધીનો રીંગરોડ (Ring Road) બનશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે

ભાવનગરના કોઇને કોઈ કારણસર ટલ્લે ચઢેલાં રિંગરોડના કામને આખરે મળી મંજૂરી , અલંગના ઉદ્યોગ માટે ફાયદાકારક
Bhavnagar; Finally got approval for the ring road work which was delayed for some reasonImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:46 PM

શહેરનો વિકાસ શહેરને ફરતા રિંગરોડને આધારિત હોય છે ત્યારે ભાવનગરમાં (Bhavnagr ) લાંબા સમયથી કોઈને કોઈ કારણસર રિંગ રોડનો પ્રોજેક્ટ ઠેલાતો જતો હોય છે. ત્યારે હવે આખરે ભાવનગરમાં 297 કરોડના ખર્ચે બનનાર રીંગરોડનું પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને રજૂઆત કરતા રિંગરોડને સૈંદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંકશન લિંક સુધીનો અંદાજિત 24 કિલોમીટરનો આ સમગ્ર રિંગરોડ પ્રોજેક્ટ રૂ.297 કરોડના ખર્ચે તૈયાર થશે.ભાવનરમાં અલંગ બંદર (Alang) જવા માટે  મોટી સંખ્યમાં મોટા કન્ટેનર અવરજવર કરતા હોય છે ત્યારે  જો આ રિંગ રોડનું નિર્માણ થશે તો  અલંગના ઉદ્યોગ માટે પણ તે ફાયદાકારક રહેશે.

રિંગ રોડના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા થશે ઓછી

રાજ્ય સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગરપાલિકા દ્વારા ભાવનગરનો નવા બંદર થી ટોપ થ્રી સિનેમા અને માલણકા સુધીનો રીંગરોડ (Ring Road) બનશે. આ સમગ્ર પ્રક્રિયામાં જમીન સંપાદનનો પ્રશ્ન બહુ પેચિદો બની જતો હોય છે પરંતુ ભાવનગરમાં રિંગ રોડ બનાવવામાં સરકારી પડતર જીએમબી ની જમીન અને ટીપી સ્કીમની જમીન મળતી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન રહેતો જ નથી, ભાવનગરના આ નવા રીંગ રોડ ની મંજૂરીને લઈને ભાવનગર શહેરનો વિકાસ અનેક દિશાઓમાં થશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ થોડા ઘણા અંશે ઓછી થશે. અને ભાવનગર થી પસાર થતા અન્ય શહેરના લોકોને પણ સરળતા ઉભી થશે અને ભારે વાહનોને પણ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ મોટી સરળતા ઉભી થશે.

અલંગ બંદર માટે ઉપયોગી નીવડશે  રિંગ રોડ

ભાવનરમાં અલંગ બંદર જવા માટે  મોટી સંખ્યમાં મોટા કન્ટેનર અવરજવર કરતા હોય છે ત્યારે  જો આ રિંગ રોડનું નિર્માણ થશે તો  અલંગના ઉદ્યોગ માટે પણ તે ફાયદાકારક રહેશે. નોંધનીય છે કે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની એજીએમમાં ભાવનગર શહેરના આ રિંગરોડ પ્રોજેક્ટની જાહેરાત કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી. આ જાહેરાત અનુસાર 4.75 કિલોમીટરનો નવા બંદર રોડથી જુના બંદર જંકશન સુધી લિંક, 2.35 કિલોમીટરનો જુના બંદર જંકશનથી કેબલ સ્ટેયડ બ્રિજ સુધી લિંક, 14.50 કિલોમીટરનો કેબલ સ્ટેયડ બ્રીજથી નિરમા જંકશન સુધી લિંક, 1.30 કિલોમીટરનો રુવા રવેચી ધામથી નવા બંદર રોડ સુધી લિંક તેમજ ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંકશન લિંક સુધીનો અંદાજિત 24 કિલોમીટરનો આ સમગ્ર રિંગરોડ પ્રોજેક્ટ રૂ.297 કરોડના ખર્ચે તૈયાર થશે.

આ પણ વાંચો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">