દ્વારકામાં આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ 5000 વર્ષ જૂનો મહારાસ રમાવા જઈ રહ્યો છે. તો દ્વારકા નગરીમાં 37 હજારથી વધારે આહીર બહેનો મહારાસ રમશે. આ મહારાસ પૂર્વે પ્રસિદ્ધ પ્રાચી તીર્થમાં તત્કાલીન સમયના ભગવાન શ્રી ક્રૃષ્ણ સહીત આહિરોના આત્મ કલ્યાણ માટે આહીર સમાજની બહેનોએ તર્પણ કર્યું.
પ્રભાસ તીર્થને હરી અને હરની ભૂમિ માનવામાં આવી છે. અહીં ચંદ્ર એ તપસ્યા કરી ભગવાન સોમનાથની સ્થાપના કરી તો દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રભાસતીર્થનું ત્રિવેણી સંગમ પસંદ કર્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ સહિત યદુકૂળના યોદ્ધાઓએ પ્રભાસ ભૂમિમાં પોતાની માનવ લીલાને વિરામ આપ્યો હતો. ત્યારે આજે રાજ્યભર માંથી ભારે માત્રામાં આહિર બહેનો પોતાના યદુકુળ આહીર સમાજનો વારસો ભરી જીવંત કરવા અને દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણએ 5000 વર્ષ પૂર્વે યોજેલો મહારાસ ફરી દ્વારકાના આંગણે રમાશે. અને આહિર યદુકુળનો વારસો ફરી જીવંત થશે.
માન્યતા એવી છે કે દ્વારકાના રાજા ભગવાન શ્રીકૃષ્ણ જે હેતુ સાથે માનવ અવતાર સાથે અવતરેલા ત્યારે દ્વારિકામાં તત્કાલીન સમયે 16000 બહેનોનો મહારાસ દ્વારિકામાં યોજાયો હતો.ત્યારે સમગ્ર આહીર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઇષ્ટદેવ યદુવંશી ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં ફરી મહારાસ આગામી 23 અને 24 ડિસેમ્બર ના રોજ યોજશે.ત્યારે ભગવાન કૃષ્ણ સહિતના તમામ યદુવંશી યોદ્ધાઓને મહારાસ પૂર્વે મોક્ષ ગતિ અને શ્રદ્ધાથી યાદગીરી આપી હતી.
દ્વારકાના આંગણે પૌરાણિક માન્યતા અનુસાર 16000 ગોપીઓએ રાસ લીધાનું મનાય છે ત્યારે યદુવંશી આહિર સમાજની 37000થી વધુ બહેનોએ મહારાસમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
આમ દ્વારકામાં યદુવંશી બહેનો દ્વારા મહારાસ યોજાશે જેમાં સમગ્ર રાજ્યભરમાંથી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પૌરાણિક રાસને ફરી જીવંત કરશે જે માટે યદુવંશી આહિર સમાજમાં ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે.
( વીથ ઈનપુટ – યોગેશ જોષી )