Jamnagar: જે વ્યક્તિના કરી દેવાયા હતા અગ્નિ સંસ્કાર, એ જીવતા પરત ફરતા સૌ ચોંકી ગયા

Jamnagar: જામનગરમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બે વૃદ્ધ એક સાથે ગુમ થયા હતા. બાદમાં જે થયું તે ચોંકાવનારી ઘટના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:18 AM

જામનગરમાં (Jamnagar) એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ ગુરુવારે ગુમ થયા હતા. આ વ્યક્તિના પરિવારજનોએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શનિવારે એક વ્યક્તિનો મૃતદેહ (Old man body) મળ્યો હતો. પરિવારજનોને તેની ઓળખ કરાવી અંતિમ વિધિ કરવામાં આવી.

કેશુ મકવાણા સમજીને પરિવારજનોએ જેની અંતિમ વિધિ કરી તે વ્યક્તિ સવારે ઘરે પરત ફરતા પરિવારજનો ચોંકી ગયા. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે જે વ્યક્તિની અંતિમ વિધિ કરવામાં આવી તે વ્યક્તિ કેશુ મકવાણા નહીં પણ અન્ય વ્યક્તિ છે. અને જેની અંતિમ વિધિ કરવામાં આવી તેઓ દયાળજી રાઠોડ હતા.

તો બીજી તરફ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા દયાળજી રાઠોડ બે દિવસથી ગુમ થઇ ગયા હતા. આ બાબતે તેમના પુત્રએ સીટી એ ડીવીજનમાં તેઓના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધ ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં હતો. અનેક જગ્યાએ તેઓએ શોધખોળ કરી હતી પણ પરિણામ ન મળ્યું. ત્યારે શનિવારે પોલીસ સ્ટેશનમાંથી જે ફોન આવ્યો તે ચોંકાવનારો હતો.

પોલીસે જણાવ્યું કે દયાળજીભાઈનો અંતિમ સંસ્કાર કેશુ મકવાણાના પરિવારે કરી નાખ્યા છે. આ સાંભળી તેઓ શોકમાં આવી ગયા. અને બાદમાં દયાળજીભાઈનો પરિવાર શહેરના સમશાને પહોચ્યો. ત્યાં સચવાયેલ અસ્થીઓને લઇ ઘરે આવી તેમણે શોક પાળ્યો હતો.

આ પણ વાંચો: મોરબીમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને બિરદાવી પોલીસની કામગીરીને

આ પણ વાંચો: Junagadh: વિધિવત ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થયો, કોરોનાની નિયમોનું કરવું પડશે પાલન

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">