Dang : સાપુતારાના સ્થાનિક આદિવાસી બંધુઓએ ઉચ્ચારી આંદોલનની ચીમકી, રેકડી બજારનો મુદ્દો ગરમાયો

Dang news : પ્રવાસન વિભાગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે સરકારે અનેક ઉત્સવો કર્યા. પરંતુ સાપુતારામાં સરકાર દ્વારા ખર્ચેલા કરોડો રૂપિયાની ધૂળ થઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.

Dang : સાપુતારાના સ્થાનિક આદિવાસી બંધુઓએ ઉચ્ચારી આંદોલનની ચીમકી, રેકડી બજારનો મુદ્દો ગરમાયો
સાપુતારાના લોકોની આંદોલનની ચીમકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 12:52 PM

ડાંગનું સાપુતારા એવુ પ્રવાસન સ્થળ છે જ્યાં રજાના સમયમાં હજારો પ્રવાસી મુલાકાત લેતા હોય છે. સાપુતારાનો વિકાસ કરવાની પાછળ માત્ર પ્રવાસન સ્થળને વિકસાવવાનું નહીં પણ સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળે તેવો પણ હેતુ હતો. પણ આજે સાપુતારાના સ્થાનિક આદિવાસી બંધુઓ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રેકડી બજારમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો હોવાનો આદિવાસી બંધુઓ આરોપ લગાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અહીં રૂપિયા લઈ દુકાનોમાં તેમને યોગ્ય સુવિધાઓ આપવામાં આવી નથી.

સ્થાનિક લોકોની આંદોલનની ચીમકી

ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાનું નામ સાંભળતા જ ત્યાંની આબોહવા અને માહોલનો લ્હાવો લેવાનું મન થાય. તેમાય નાતાલની રજાઓના દિવસોમાં અચૂક ફરવા જવાનું મન થાય. પણ જો તમે સાપુતારા ફરવા જવાનો પ્લાનિંગ કરતા હોવ તો આ માહિતી અવશ્ય વાંચજો. જોકે આ માહિતી સ્થાનિક તંત્ર સામે ઉભો કરતો એક સવાલ પણ છે. તેની પાછળનું કારણ છે સ્થાનિક વહિવટી તંત્રની અણઆવડત. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીઓની ઉન્નતી માટે અને સાપુતારાના વિકાસ માટે અનેક નિર્ણયો લીધા અને અનેક કાર્યક્રમો કર્યા. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાપુતારા જેવા વિસ્તારના વિકાસની સાથે સ્થાનિક આદિવાસીઓનો પણ વિકાસ થાય, પણ આજે સાપુતારાના લોકો આંદોલનની ચીમકી આપી રહ્યા છે.

દુકાનોમાં લાઇટ અને પાણીની સુવિધાથી હજુ પણ વંચિત

પ્રવાસન વિભાગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે સરકારે અનેક ઉત્સવો કર્યા. પરંતુ સાપુતારામાં સરકાર દ્વારા ખર્ચેલા કરોડો રૂપિયાની ધૂળ થઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે સાપુતારા આવતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા વિવિધ પ્રકલ્પોની હાલત બિસ્માર છે. ખરાબ રસ્તા, તૂટેલા બાકડા, તૂટેલી કચરાપેટી અને બંધ હાલતમાં સ્ટ્રિટ લાઈટ જોવા મળે છે. પ્રવાસીઓને સુવિધાના નામે ખર્ચેલા લાખો રૂપિયા તો પાણીમાં ગયા પણ સાપુતારા આવતા પ્રવાસીઓ પણ સુવિધા વિહીન રહ્યા છે. એટલુ જ નહીં પણ પ્રવાસન વિભાગે 2018માં બનાવેલા રેકડી બજારનો મુદ્દો પણ ગરમાયો છે. રેકડી બજારની એક દુકાન માટે 11 મહિના લેખે 22 હજાર રૂપિયા તો આદિવાસી બંધુઓ પાસેથી ઉઘરાવ્યા પણ આજદિન સુધી લાઈટ કે પાણીની સુવિધા આપી નથી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

બહારના લોકોને ફાયદો પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ

આદિવાસી બંધુઓ તો ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે વાયદો આદિવાસી ભાઈઓને રોજગારી આપવાનો હતો પણ આદિવાસીઓનો કોઈ ફાયદો નથી. બહારના આવી અહીં વ્યવસાય કરે છે અને સાપુતારાના મૂળ વતની એવા આદિવાસીઓ મજૂરીમાં જ લાગેલા છે. આદિવાસી લોકોનો આરોપ છે કે દુકાનો એક ખાનગી એજન્સીને આપીને તેમની સાથે અન્યાય કર્યો છે. સાપુતારાના સ્થાનિક રહેવાસીઓને ફાયદો મળવાને બદલે બહારના લોકોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

એક તરફ અધૂરા વિકાસથી પ્રવાસીઓ સુવિધાઓથી વંચિત છે. બીજીતરફ આદિવાસીઓના પોતાને અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે. સ્થાનિક તંત્રની અણઆવડત કહો કે લેભાગુ તત્વોનો સ્વાર્થ, સ્થાનિક આદિવાસી જનતા પરેશાન છે. હવે આદિવાસી બંધુઓ કહી રહ્યા છે કે જો અમારી માગ નહીં સંતોષાય તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.

(વિથ ઇનપુટ- રોનક જાની, સાપુતારા, ડાંગ)

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">