Dang : ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો, તાલીમાર્થીઓ અહીં અરજી કરી કારકિર્દી ઘડતરની શરૂઆત પણ કરી શકશે
Dang : આહવા(Ahwa)ની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(INDUSTRIAL TRAINING INSTITUTE - ITI) ખાતે કૌશલ્ય દિક્ષાંત સમારોહ(Convocation)નુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ દિક્ષાંત સમારોહમા વર્ષ 2023 દરમિયાન તાલીમ પૂર્ણ કરી પરીક્ષામા ઉત્તીર્ણ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.કૌશલ્ય દિક્ષાંત સમારોહમા મુખ્ય અતિથિ તરીકે ડાંગ જિલ્લાના અગ્રેસર ઉદ્યોગ સાહસિક કાશીરામભાઈ બીરારીએ હાજરી આપી હતી.
Dang : આહવા(Ahwa)ની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(INDUSTRIAL TRAINING INSTITUTE – ITI) ખાતે કૌશલ્ય દિક્ષાંત સમારોહ(Convocation)નુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ દિક્ષાંત સમારોહમા વર્ષ 2023 દરમિયાન તાલીમ પૂર્ણ કરી પરીક્ષામા ઉત્તીર્ણ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.કૌશલ્ય દિક્ષાંત સમારોહમા મુખ્ય અતિથિ તરીકે ડાંગ જિલ્લાના અગ્રેસર ઉદ્યોગ સાહસિક કાશીરામભાઈ બીરારીએ હાજરી આપી હતી. કાશીરામભાઇ બીરારીએ તાલીમાર્થીઓને સ્વરોજગાર તથા જીવનમા વ્યવસાયલક્ષી તાલીમનુ મહત્વ સમજાવી પ્રેરણા પુરી પાડી હતી.
આ પણ વાંચો : Rajkot Video : રાજકોટ કોર્પોરેશને ઢોર પર નિયંત્રણ માટે લીધો મહત્વનો નિર્ણય, સ્ટેન્ડિંગ કમિટીએ દંડની રકમ 3 ગણી કરી !
સંસ્થાના આચાર્ય ડી.એસ.આહીરે દિક્ષાંત સમારોહ અને સંસ્થા વિશેની જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ આયોજન ઔદ્યોગિક તાલીમ સંસ્થા આહવાના કર્મચારીઓના સહિયારા પ્રયાસોથી કરાયું હતું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કુલ 12 ટ્રેડ કાર્યરત છે જેમાં આર્મેચર મોટર રીવાઇડીંગ, કોપા, કોસ્મેટોલોજી, ઇલેક્ટ્રીશીયન, ફેશન ડિઝાઇન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, મેકેનિક મોટર વ્હીકલ, સરફેસ ઓર્નામેન્ટ ટેકનિક્સ, સુઈંગ ટેક્નોલોજી, વેલ્ડર, વાયરમેન જેવા ટ્રેડમા હાલ 2023ના સત્રમા 811 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
ITI પાસ માટે નોકરીની ઉત્તમ તક
પટિયાલા લોકમોટિવ વર્ક્સએ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. નોંધણી પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે. લાયક ઉમેદવારો PLW ની અધિકૃત વેબસાઇટ – plwIndianrailways.gov.in પર જઈને આ ભરતી માટે અરજી કરી શકે છે.
વેકેન્સીની વિગત
- ઇલેક્ટ્રિશિયન: 140 જગ્યાઓ
- મિકેનિક (ડીઝલ): 40 જગ્યાઓ
- મશીનિસ્ટ: 15 જગ્યાઓ
- ફિટર: 75 પોસ્ટ્સ
- વેલ્ડર: 25 પોસ્ટ્સ
કેટલો પગાર મળશે?
તાલીમના પ્રથમ વર્ષમાં રૂ. 7000, બીજા વર્ષે રૂ. 7700 અને ત્રીજા વર્ષે રૂ. 8050 સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવશે.આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 295 જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી કરનારા તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. પ્રોસેસિંગ ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો PLW ની અધિકૃત વેબસાઇટ પર જી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો