ડાંગ : આહવા-અમદાવાદ રૂટ ઉપર અત્યાધુનિક સુવિધા ધરાવતી બસ શરૂ કરાઇ

|

Nov 08, 2023 | 7:27 AM

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકોને સુવિધાની વિશેષ ભેટ આપી છે. મંત્રીએ અત્યંત આધુનિક અને આરામ દાયક બસ જનતાની સેવામા મૂકી છે, ગુજરાત એસ.ટી. પણ આધુનિક પરિવહન સેવાઓ માટે કીર્તિમાન સ્થાપી રહી છે.

ડાંગ : આહવા-અમદાવાદ રૂટ ઉપર અત્યાધુનિક સુવિધા ધરાવતી બસ શરૂ કરાઇ

Follow us on

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકોને સુવિધાની વિશેષ ભેટ આપી છે. મંત્રીએ અત્યંત આધુનિક અને આરામ દાયક બસ જનતાની સેવામા મૂકી છે. ગુજરાત એસ.ટી. પણ આધુનિક પરિવહન સેવાઓ માટે મુસાફરીનું એક અલગ અનુભવનું સર્જન કરી રહ્યું  છે.

જેના ભાગરૂપે રાજ્યના વિશાલ વનક્ષેત્રના સમાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત એસ.ટી ડેપોને નવી , આરામ દાયક અને સુવિધાયુક્ત બસો ફાળવવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ડાંગના મુસાફરોમા ખુશીની લાગણી પ્રસરવા પામી છે. અહીંના દુર્ગમ વિસ્તારોમાં એસટી બસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે.

સરકારના નિર્ણયના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીના હસ્તે ગ્રામજનો તથા મુસાફરોની ખાસ ઉપસ્થિતિમા આહવાથી સવારે ૯:૦૦ કલાકે ઉપડતી આહવા-અમદાવાદ રૂટ ઉપર નવી બસ ફાળવી તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ બસ રાજ્યના મોટા શહેર અને મુખ્ય વેપારી મથક અમદાવાદને છેવાડાના વિસ્તાર ડાંગ સાથે જોડશે.આ અવસરે આહવા તાલુકાના સભ્ય નયનાબેન, આહવા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે, ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર તથા એસ.ટી.કર્મીઓ સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

આ અવસરે બસને લીલી ઝંડી દેખાડતા પહેલા સુરેશભાઇ ચોધરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા સરળતા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની બસોના આધુનિકરણ સાથે આકર્ષક કલર અને ડિઝાઈન સાથેની આકર્ષક બસો દોડતી થી છે. આ સરકારી બસ હવે ખાનગી બસોને સ્પર્ધા આપે તેવી સુંદર બસો પ્રવાસીઓની સેવામાં સમર્પિત કરવામાં આવી રહી છે.ડાંગ જેવા દુર્ગમ અને છેવાડે આવેલા જિલ્લાએ થી અમદાવાદ તરફ મુસાફરી કરનાર જિલ્લાના વિધ્યાર્થીઓ, અને અન્ય મુસાફરોને આ બસ ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાની મુસાફર જનતાને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસો મળી રહે તે માટે વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ વિશેષ પ્રયાસો કરી રહ્યા છે, તેમ ડેપો મેનેજર કિશોરસિંહ પરમારે પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.

આ પણ વાંચો : નર્મદા જિલ્લામાં આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક કરાશે, આ રીતે કરો અરજી

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article