Dahod : ફરી એકવાર સંજીવની યોજના હેઠળ અપાતી દુધની થેલીઓ રસ્તા પર ફેંકેલી હાતલમાં જોવા મળી, ICDS વિભાગ પર બેદરકારીના આક્ષેપ

|

Jun 03, 2022 | 12:49 PM

દાહોદમાં (Dahod) જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે.

Dahod : ફરી એકવાર સંજીવની યોજના હેઠળ અપાતી દુધની થેલીઓ રસ્તા પર ફેંકેલી હાતલમાં જોવા મળી, ICDS વિભાગ પર બેદરકારીના આક્ષેપ
દાહોદ જિલ્લામાં મંડેર રોડ ઉપર દુધની થેલીઓ રસ્તા ઉપર પડેલી જોવા મળી

Follow us on

દાહોદમાં (Dahod) ફરી એકવાર બાળકોને અપાતુ સંજીવની યોજનાનુ દુધ (Gujarat Government scheme) રસ્તા ઉપર પડેલુ જોવા મળ્યુ છે. સીગવડ તાલુકાના મંડેર રોડ ઉપર દુધની થેલીઓ (Milk bags)  રસ્તા ઉપર પડેલી જોવા મળી. થોડા દિવસ અગાઉ પણ ફતેપુરા તાલુકામા દુધનો જથ્થો તળાવમાં ફેંકેલો જોવા મળ્યો હતો. દાહોદ જીલ્લામા કુપોષિત બાળકો માટે ખાસ શરુ કરેલુ હતુ. આ યોજનામા વારંવાર ICDS વિભાગની બેદકારી સામે આવી રહી છે.

દૂધ સંજીવની યોજનાનામાં ભ્રષ્ટાચાર !

દાહોદમાં જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. સીગવડ તાલુકાના મંડેર રોડ ઉપર દુધની થેલીઓ રસ્તા ઉપર પડેલી જોવા મળી છે. થોડા દિવસ અગાઉ પણ ફતેપુરા તાલુકાના પાટી ગામની આંગણવાડીઓમાં બાળકોને અપાતા દૂધના પેકેટ તળાવમાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.

બાળકોના પેટમાં જવાને બદલે તળાવમાં વિસર્જિત કરાયુ દુધ

એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને લીધે દૂધ ગરીબ બાળકના પેટમાં જવાને બદલે તળાવમાં વિસર્જિત થઇ જાય છે. જેને લઇને ખાદ્યપદાર્થોના આવા બગાડને લીધે ICDS વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સાત વર્ષ પહેલા શરૂ થઇ હતી દૂધ સંજીવની યોજના

દુધ સંજીવની યોજના વર્ષ 2014-15 શરૂ કરાઇ હતી. શાળાના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કુપોષણ દર ઘટાડવા માટે થઈને આ યોજના અમલી બનાવાઈ હતી. સાત વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધસંજીવની યોજના શરૂ કરી હતી.

યોજનામાં આટલુ દુધ વિતરણ કરવામાં આવે છે

આ યોજનાની વાત કરીએ તો અઠવાડિયાના પાંચ દિવસ 200 મિલીગ્રામ ફલેવર્ડ દૂધ વિતરણ કરવામાં આવે છે. આ પાછળ દૈનિક બાળકદીઠ એક પાઉચના રૂ. 7.50ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. શૈક્ષણિક કાર્યના 200 દિવસો સુધી લાભ મળે છે.

Next Article