Chhota udepur : બોડેલીથી મધ્યપ્રદેશ જવાના નેશનલ હાઇવે કરતા ગામડાના રસ્તા સારા, ચોમાસા પછી ખાડા પૂરવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

|

Sep 04, 2022 | 9:31 AM

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇ વે નંબર 56 એ હાલ માત્ર નામનો જ હાઈ-વે છે. કેમકે તે ગામડાના કોઈ રસ્તાને પણ સારો કહેવડાવે એટલો ધૂળિયો માર્ગ બની ચુક્યો છે.

Chhota udepur : બોડેલીથી મધ્યપ્રદેશ જવાના નેશનલ હાઇવે કરતા ગામડાના રસ્તા સારા, ચોમાસા પછી ખાડા પૂરવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
છોટા ઉદેપુરના બોડેલીના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ

Follow us on

છોટાઉદેપુરમાં (chhota udepur) આ વર્ષે સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. 10 જુલાઇના દિવસે તો છોટા ઉદેપુરમાં અધધ 22 ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો હતો. જે પછી અહીંના રસ્તાઓની (Road)  હાલત ખસ્તા થઇ ગઇ છે. બોડેલીથી છોટાઉદેપુર કે મધ્યપ્રદેશ જવા માટે જો તમે નેશનલ હાઈવે નંબર 56 પરથી પસાર થાવ તો કોઈ ગામડાના રસ્તાનો અનુભવ થશે, કેમકે આ રસ્તો એટલો ધૂળિયો છે કે લોકોની પરેશાનીનો પાર નથી અને તોય સત્તાધિશો કે અધિકારીઓને આ રસ્તો સુધારવાનું સુઝતું જ નથી.

ખાડા પૂરવાનું મટીરીયલ હલકી કક્ષાનું હોવાનો આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇ વે નંબર 56 એ હાલ માત્ર નામનો જ હાઈ-વે છે. કેમકે તે ગામડાના કોઈ રસ્તાને પણ સારો કહેવડાવે એટલો ધૂળિયો માર્ગ બની ચુક્યો છે. વરસાદ રોકાઇ ગયા બાદ અહીં પડી ગયેલા ખાડામાં હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી. પરંતુ એ માત્ર નામ માત્રની કામગીરી હોય તેવુ સ્પષ્ટ જોઇ શકાય છે. ખાડા પૂરવાનું જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે તદ્દન હલકી કક્ષાનું હોવાનું લોકોનું કહેવું છે, કેમ કે થોડા જ સમયમાં તેની કપચી બહાર આવી ગઈ છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. રસ્તા પર ઉડતી ધૂળની વચ્ચે વાહન કેમ હંકારવું તે એ એક મોટો સવાલ છે. કયારેક રાહદારીઓ સ્લીપ ખાઈ જાય છે. તો ક્યારેક આ ખુલ્લી કપચીઓ વાહનચાલકોની આંખમાં ઉડીને પડે છે.

લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાનો આક્ષેપ

સતત ઉડતી ધૂળને કારણે રાહદારીઓ, વાહનચાલકો તો હેરાન થઈ જ રહ્યા છે સાથે સાથે તેમની આંખને, ફેફસામાં જતી ધૂળને કારણે તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે અને વાહનોને નુકસાન થાય તે વધારામાં, લોકોનું કહેવું છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ આ જ રસ્તેથી પસાર થાય છે તેમ છતાં તેઓ મગનું નામ મરી પાડતા નથી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

પહેલા આ રસ્તો સ્ટેટ હાઈ-વે હતો અને ત્યાર બાદ તે નેશનલ હાઇવે બન્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે અધિકારીઓએ જે નિભાવવી જોઈએ તે નિભાવી શક્યા નથી. વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું તો એવું પણ કહેવું છે કે આ જ હાઈ-વે નહીં નસવાડી અને મોડાસર ચોકડી પાસે પણ ખૂબ મોટા ખાડા પડી ગયા છે તેને નેશનલ ઓથોરિટીએ જલદી રીપેર કરવા જોઈએ..

સુખરામ રાઠવાની કે લોકોની વાત ક્યારે અધિકારીઓ કે સત્તાધિશો સાંભળશે એ હજી સવાલ માથા પર ઉભો જ છે. પણ હાલ તો લોકોને ધૂળિયા માર્ગ પરથી પસાર થવાની મજબૂરી છે. તેમાં ખાસ કરીને સાંજના સમયે તો બાઈક સવારો માટે અહીંથી પસાર થવું એટલે માથાનો દુખાવો બની જાય છે.

Next Article