AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા મનપામાં ફરી કમળ ખીલ્યું! 42 બેઠકો સાથે ભાજપે સત્તા જાળવી

હાલ સુધી જાહેર થયેલા પરિણામો મુજબ કુલ 9 વોર્ડના પરિણામો સામે આવ્યા છે, જેમાંથી 3 વોર્ડમાં ભાજપે વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસના આશિષ જોશીએ જીત નોંધાવી છે.

Breaking News : વડોદરા મનપામાં ફરી કમળ ખીલ્યું! 42 બેઠકો સાથે ભાજપે સત્તા જાળવી
vadodra local body election result
| Updated on: Apr 28, 2026 | 3:49 PM
Share

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં સત્તા હાંસલ કરી છે. ભાજપે બહુમતીનો આંકડો પાર કરીને કુલ 42 બેઠકો જીતતાં મનપામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ જીત સાથે શહેરમાં ભાજપનું રાજ યથાવત રહ્યું છે.

વડોદરમાં ભગવો લેહરાયો

હાલ સુધી જાહેર થયેલા પરિણામો મુજબ કુલ 9 વોર્ડના પરિણામો સામે આવ્યા છે, જેમાંથી 3 વોર્ડમાં ભાજપે વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસના આશિષ જોશીએ જીત નોંધાવી છે. વર્તમાન આંકડાઓ પ્રમાણે ભાજપના ખાતામાં 32 બેઠકો (જેમાં 2 બિનહરીફ) આવી છે, કોંગ્રેસને 5 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે.

મોટાભાગના પરિણામો જાહેર

ખાસ કરીને વોર્ડ નંબર-9માં ભાજપની પેનલ વિજેતા જાહેર થતાં પાર્ટીનો દબદબો વધુ મજબૂત બન્યો છે. પરિણામોને લઈને ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ પડકારરૂપ માનવામાં આવી રહ્યું છે. હવે બાકીના વોર્ડના પરિણામો સાથે અંતિમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલ એક ઉમેદવાર પણ જીત્યા

આ પરિણામોમાં એક મહત્વપૂર્ણ હાઇલાઇટ તરીકે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોષીની જીત સામે આવી છે. તેમની જીત બાદ આશિષ જોષીએ નિવેદન આપ્યું કે આ જીત “ભ્રષ્ટાચાર સામે જનતાની જીત” છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

એક તરફ ભાજપે બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે, ત્યારે બીજી તરફ આશિષ જોષીની જીત સ્થાનિક રાજકારણમાં નવા સંકેતો આપી રહી છે. હવે આવનારા સમયમાં આ પરિણામો વડોદરાના રાજકીય સમીકરણોને કેવી અસર કરશે તે જોવું રહ્યું.

ભાજપ પર મતદારોને ભરોસો

આ જીત સાથે વડોદરા શહેરમાં ભાજપની સંગઠન શક્તિ અને મતદારોમાં વિશ્વાસ ફરી એકવાર સ્પષ્ટ થયો છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આશિષ જોષીની જીત થોડી રાહત લાવી છે, પરંતુ કુલ પરિણામોને જોતા પાર્ટી માટે હજુ ઘણું કામ બાકી હોવાનું સ્પષ્ટ થાય છે. આગામી સમયમાં શહેરના વિકાસ મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ અને રાજકીય રણનીતિઓ પર આ પરિણામોનો સીધો પ્રભાવ જોવા મળી શકે છે, જ્યારે વિજેતા ઉમેદવારો હવે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની પડકારનો સામનો કરશે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: અમદાવાદના ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું, વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવારોની જીત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">