Breaking News : સુરતમાં ગોપાલ ઇટાલિયા સહિતના AAP નેતાના પોસ્ટર પર સાહી ફેંકાઇ, ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ
સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. VHP કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાના પોસ્ટર પર સાહી ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિંદુ વિસ્તારમાં મુસ્લિમ ટોપી પહેરી આપ નેતાઓની તસવીરનું પોસ્ટર લગાવાના પગલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. VHP કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાના પોસ્ટર પર સાહી ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિંદુ વિસ્તારમાં મુસ્લિમ ટોપી પહેરી આપ નેતાઓની તસવીરનું પોસ્ટર લગાવાના પગલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતાના પોસ્ટર પર સાહી ફેંકાઇ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવનારી આમ આદમી પાર્ટીની (AAP) સભા પહેલા તણાવ સર્જાયો છે. સભામાં સામેલ થનારા નેતાઓના પોસ્ટર્સને કારણે સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર સાહી ફેંકવામાં આવી હતી. આ સાથે જ આમ આદમી પાર્ટીના અન્ય નેતાના પોસ્ટર પર પણ સાહી ફેંકેલી જોવા મળી છે.
પોસ્ટરોમાં “મીઠી ખાડી મુસ્લિમ સમાજ”નું લખાણ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી આ સભામાં પાર્ટીના જાણીતા નેતાઓ જેમ કે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા હાજર રહીને સભાનું સંચાલન કરવાના છે. સભામાં આમંત્રીત આપ નેતાઓ તરીકે કેટલાક પોસ્ટરોમાં “મીઠી ખાડી મુસ્લિમ સમાજ”નું લખાણ ઉમેરાયું છે. મુસ્લિમ ટોપી પહેરીને નેતાઓની તસવીરોને કારણે હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં આ કાર્યક્રમ માટે વિવાદ સર્જાયો છે.
વિસ્તારમાં તણાવ વધવાનું જોખમ
સ્થાનિક હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) દ્વારા આ પોસ્ટર્સને લઇને વિરોધ દર્શાવવામાં આવ્યો. VHPનું માનવું છે કે કાર્યક્રમનું આયોજન હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં થતા સામાજિક તણાવ વધવાનું જોખમ છે. સભા પહેલા સુરત AAPમાં તણાવનો માહોલ સર્જાયો છે.
સભા સ્થળે ચુસ્ત સુરક્ષા ગોઠવાઇ
આ અંગે સ્થાનિક પોલીસ પણ જાગૃત થઈ ગઈ છે અને સભાની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ જણાવે છે કે લોકોમાં શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારના હિંસક ઘટનાઓથી બચવા માટે પોલીસના વધારાના જવાન ખડેપગે રાખવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો