Breaking News : ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું, જુદા જુદા કેમિકલ મિક્સ કરી બનાવવામાં આવતી હતી હળદર

આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ છે.

Breaking News : ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું, જુદા જુદા કેમિકલ મિક્સ કરી બનાવવામાં આવતી હતી હળદર
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 10, 2023 | 5:24 PM

ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી  હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

આજકાલ ભેળસેળનો જમાનો છે. ચોખાથી માંડીને મસાલા અને દૂધ બધું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી. તમારા ઘરમાં જે હળદર આવે છે તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, તે તપાસવું તમારા માટે મહત્વનું છે. ત્યારે આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદમાંથી ડુપ્લીકેટ હળદર બનાવવાની ફેકટરી ઝડપાઇ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ રીતે બનાવવામાં આવતી હતી નકલી હળદર

ફરી એક વખત નકલી હળદર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ વખતે મસમોટું કૌભાંડ ખેડામાંથી ઝડપાયુ છે. પોલીસની રેડમાં સામે આવ્યું કે વિદેશમાં નકલી હળદર વેચવા માટેનું કારસ્તાન અહીંથી જ ચાલી રહ્યું હતું. હકીકતમાં પોલીસને નકલી દારૂ બનાવવાની માહિતી મળી હતી પણ જ્યારે પોલીસે રેડ કરી તો ત્યાં દારૂ નહીં પણ નકલી હળદર બનાવવામાં આવી રહી હતી. કેમિકલ અને કણકીનો લોટ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર બનાવવામાં આવી રહી હતી. પોલીસે મોટી માત્રામાં કેમિકલ અને નકલી હળદરનો જથ્થો જપ્ત કરી લીધો છે.

હળદરમાં સુગંધવાળું કેમિકલ હોવાથી ગ્રાહકો ખાય છે થાપ

હવે આપને જણાવીએ કે આ ફેક્ટ્રીમાં કઈ રીતે નકલી હળદર બનાવવામાં આવી રહી હતી. ફેક્ટરીમાં કણકીનો લોટ તૈયાર કરવામાં આવતો હતો. સાથે પાઈપથી કેમિકલ ભેળવવામાં આવતું હતુ. કણકીના લોટ અને કેમિકલ મિક્સ કરી હીટ પ્રોસેસ કરી નકલી હળદર બનાવવામાં આવી રહી હતી. આ નકલી હળદરમાં સુગંધવાળું કેમિકલ હોવાથી ગ્રાહકો પણ સહેલાઈથી થાપ ખાઈ જતા હતા.

હળદર અસલી છે કે નકલી તે કેવી રીતે ચકાસવી ?

સૌથી પહેલા પાણી ભરેલો કાચનો ગ્લાસ લો, કાચનો ગ્લાસ એટલા માટે જેથી હળદરના અસલી રંગને પારખી શકાય. પાણીના ગ્લાસમાં એક ચમચી હળદર પાવડર ઉમેરો. ધ્યાન રાખો કે હળદર ગ્લાસમાં નાંખી મિક્સ કરવાનું નથી. થોડી મિનિટો રાહ જુઓ..જો હળદર પાઉડર નીચે સ્થિર થાય અને ગ્લાસમાં આછો પીળો રંગ જોવા મળે તો સમજો કે તમારી હળદર અસલી છે. પણ જો પાણીનો રંગ ઘાટ્ટો પીળો થાય અને હળદર સ્થિર નથી થતી તો સમજો તમે જે હળદર ખાઈ રહ્યા છો તે નકલી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

g clip-path="url(#clip0_868_265)">