Gujarati Video : ખેડાની મહી કેનાલમાં પડ્યુ મસમોટુ ગાબડુ, સિંચાઈ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીનો આક્ષેપ
Kheda: નડિયાદ પાસેથી પસાર થતી મહી કેનાલમાં મસમોટુ ગાબડુ પડયુ છે. જેના કારણે હજારો ગેલન પાણી વેડફાયુ છે. ગાબડા પાછળ સિંચાઈ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. કેનાલના બાજુમાં જ મસમોટો ભુવો પડ્યો હોવા છતા સિંચાઈ વિભાગ કુંભકરણ નીંદ્રામાં રહ્યુ હતુ.
ખેડાના નડિયાદ પાસેથી પસાર થતી મહી કેનાલમાં મસમોટુ ગાબડુ પડ્યુ છે. આ કેનાલનની બાજુમાં વિશાળ ભુવો પડ્યો હતો. જો આ ભુવો પુરવામાં આવ્યો હોત તો નહેરમાં ગાબડુ પડવાની સ્થિતિને ટાળી શકાઈ હોત. આ ભુવા અંગે સ્થાનિકો અનેકવાર અકસ્માતની તેમજ ગાબડુ પડવાની ભીતિ વ્યક્ત કરી હતી. છતા તંત્ર દ્વારા અને સિંચાઈ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા. જેના પાપે મહી કેનાલમાં મસમોટુ ગાબડુ સર્જાયુ. તંત્રને અનેકવાર જાણ કરાઈ હોવાછતા ભુવો પુરવાની કામગીરી સમયસર ન થતા કેનાલમાં ગાબડુ પડવાની સ્થિતિ નિર્માણ પામી છે. નઘરોળ તંત્રની બેદરકારીનો ભોગ હાલ સ્થાનિકો અને ખેડૂતો બની રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી કેનાલ જર્જરીત બની છે. કેનાલની બંને સાઈડની દિવાલો ઘણી જર્જરીત હાલતમાં છે. પાણીના સતત પ્રવાહથી અહીં ગાબડુ વધે તો પણ નવાઈ નહીં. સિંચાઈ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કેનાલની બાજુમાં જ મસમોટો ભુવો પડ્યો હતો. છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી ન હલ્યુ. કેનાલની બાજુમાંથી જ રસ્તો પસાર થતો હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પણ શક્યતા છે. છતા ભુવો બુરવાની કોઈ કામગીરી થતી નથી. કેનોલોની બરાબર સાફ સફાઈ અને મરામત ન થતી હોવાથી વારંવાર ગાબડા પડતા રહે છે. તેમા સિંચાઈ વિભાગનું તો કંઈ જતુ નથી પરંતુ તેનો ભોગ ખેડૂતો બને છે.