Breaking News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી નોટો મળી આવી છે. જેની કુલ કિંમત રૂ.48 હજાર મળી આવી છે.

Breaking News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 10, 2023 | 4:24 PM

ગુજરાત ATSને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ગુજરાત ATSએ ઝડપી લીધુ છે. નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની કુલ  48 હજાર નકલી નોટો મળી આવી છે.

આ પણ વાંચો-Breaking News : ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું, જુદા જુદા કેમિકલ મિક્સ કરી બનાવવામાં આવતી હતી હળદર

TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video

જુહાપુરામાં ઘણા લોકો નકલી નોટો બનાવતા હોવાની હતી બાતમી

ગુજરાત ATSને એક માહિતી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં ઘણા લોકો નકલી નોટો બનાવી રહ્યા છે. નકલી નોટો બનાવવા માટે પ્રિન્ટિંગ મશીન અને કલર સહિતનો ઉપયોગ અહીં કરતા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ગુજરાત ATSએ જુહાપુરામાં રેડ પાડી હતી. જુહાપુરાના એક મકાનમાંથી ચાર આરોપીઓને ATSએ ઝડપી લીધા છે. રેડ દરમિયાન ગુજરાત ATSને 500ના દરની કુલ 48 હજાર જેટલી નોટ મળી આવી હતી.

નકલી નોટો બનાવવાના સાધનો પણ કબ્જે કરવામાં આવ્યા

આરોપીઓએ નકલી નોટો બનાવવા માટે જે અલગ અલગ સાધન વસાવ્યા હતા તે પણ કબ્જે કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નકલી નોટ બનાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જો કે અત્યાર સુધીમાં આ આરોપીઓએ નકલી નોટો બજારમાં કોઇ જગ્યાએ વેચી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

આરોપીઓ નોટ છાપવાના બદલામાં 60 ટકા પેમેન્ટ મેળવતા હતા

ગુજરાત ATS દ્વારા ધરપકડ બાદ આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ નકલી નોટ બનાવવાની સામે આ આરોપીઓ 60 ટકા જેટલુ પેમેન્ટ મેળવતા હતા. હાલ તો આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલુ છે અને આ નેટવર્ક અન્ય કેટલા સ્થળે ફેલાયેલુ છે. અન્ય આરોપીઓ ક્યા છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત ATSને નકલી નોટોના કૌભાંડ મામલે ખૂબ મોટી સફળતા મળી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">