Gujarati video : વેરાવળના આછીદ્રા ગામે કુવામાંથી કોબ્રા સાપનું કરાયુ રેસ્ક્યૂ, સાપને સલામત સ્થળે ખસેડાયો
Gir somnath News : વેરાવળના આછીદ્રા ગામે કુવામાંથી કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરાયું છે. 120 ફુટ ઉંડા કુવામાં મશીનની મદદથી રેસ્ક્યૂ ટીમ કુવામાં ઉતરી હતી અને સાપને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
ગીર સોમનાથના વેરાવળના આછીદ્રા ગામે કુવામાંથી કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરાયું છે. 120 ફુટ ઉંડા કુવામાં મશીનની મદદથી રેસ્ક્યૂ ટીમ કુવામાં ઉતરી હતી અને સાપને સલામત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યૂ ટીમ ટ્રોલી અને એન્જિનની મદદથી કુવામાં ઉતરી હતી અને કોબ્રા સાપને બહાર કાઢી સલામત સ્થળે મુક્ત કર્યો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ચાર પ્રકારના ઝેરીલા સાપ જોવા મળે છે. નાગ,કાળોતરો,ફુરસો અને ચિતળ. ઝેરી સાપની પ્રજાતિમાં મુખ્યત્વે કોબ્રા એટલે નાગ જોવા મળે છે,જેનું હિન્દૂ સંસ્કૃતિમાં ‘દેવ’ નું પૂજ્ય સ્થાન અપાયું છે. કોબ્રાની આ જાત સિવાય કોઈ પણ સાપ ફેણ ચડાવી શકતા નથી,તેની ગળાની પાંસળીઓ પહોળી કરી ઉભા રહેવાની ક્ષમતાને લીધે અતિસુંદર લાગે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…