Breaking News : વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી જાહેર, 19 જૂને થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા બેઠક કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાવવામાં આવશે. આ બંન્ને બેઠકોની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે.

ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા બેઠક કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાવવામાં આવશે. આ બંન્ને બેઠકોની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે જેની મતગણતરી 23 જૂનના દિવસે કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારો 26 મેથી ફોર્મ ભરી શકશે.
બંન્ને બેઠક પર જોવા મળે દ્વી પાખિયો જંગ !
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠક કડી અને વિસાવદર પર દ્વી પાખિયો જંગ જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને જોવા મળશે. આ બંન્ને બેઠકો પર આ અગાઉની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જોવા મળ્યુ છે. જેથી ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી ચૂંટણી લડી શકે છે. જેથી દ્વી પાખિયો જંગ જોવા મળી શકે છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડશે તો જ આ બંન્ને બેઠકો પર ત્રિ પાંખિયો જંગ જોવા મળશે.
Bye-election to Visavadar & Kadi Assembly Constituencies to be held on 19th June 2025#ByElections2025 #GujaratElections2025 #Elections2025 #Gujarat #TV9Gujarati pic.twitter.com/u80Hkcoo9p
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2025
કેમ ખાલી પડી હતી બે બેઠક
મહેસાણાની કડી બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. જેના પગલે કડી બેઠક પર ફરી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાંં આવેલા ઉમેદવાર આવતા ચૂંટણીને પડકારવામાં આવી હતી. જેથી આ મામલો કોર્ટમાં પહોંચ્યા હતો. જેથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. જેથી ફરી વિસાવદર બેઠક પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંન્ને બેઠક પર ચૂંટણી 19 જૂનના રોજ મતદાન કરવામાં આવશે. તેમજ 23 જૂનના દિવસ મતગણતરી કરવામાં આવશે.