AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Local Body Election Results 2026 Live: આજે ગુજરાત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું લાઈવ રિઝલ્ટ ક્યા અને ક્યારે જોઈ શકશો?

Local Body Election Results 2026 Live: 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન પૂર્ણ થયું હતું. આ ચૂંટણીમાં 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થયા હતા. ખાસ વાત એ રહી કે 9 નવી મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે.

Gujarat Local Body Election Results 2026 Live: આજે ગુજરાત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું લાઈવ રિઝલ્ટ ક્યા અને ક્યારે જોઈ શકશો?
Gujarat Local Body Election Results 2026 Live
| Updated on: Apr 28, 2026 | 8:17 AM
Share

ગુજરાતમાં 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે. રાજ્યભરમાં કુલ 9,292 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. 4 કરોડ 18 લાખથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મતગણતરી સાથે કોણ જીતશે અને કોના હાથમાં સત્તા આવશે તેની ઉત્સુકતા વધી છે.

730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર

15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન પૂર્ણ થયું હતું. આ ચૂંટણીમાં 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થયા હતા. ખાસ વાત એ રહી કે 9 નવી મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે.

મતદાન ટકાવારીની વાત કરીએ તો મહાનગરપાલિકામાં 55.11 ટકા, નગરપાલિકાઓમાં 65.53 ટકા, જિલ્લા પંચાયતમાં 66.62 ટકા અને તાલુકા પંચાયતમાં 67.25 ટકા મતદાન નોંધાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન નોંધાતા પરિણામો પણ રોમાંચક રહેવાની શક્યતા છે.

EVMના મતોની ગણતરી હાથ ધરાશે

મતગણતરી 28મી એપ્રિલ 2026ને મંગળવારના રોજ એટલે કે આજે સવારના 9 કલાકેથી અલગ-અલગ જિલ્લા મથકો પર શરૂ થશે અને સવારથી જ ટ્રેન્ડ્સ આવવા લાગશે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ EVMના મતોની ગણતરી હાથ ધરાશે. પરિણામોની પળેપળની અપડેટ માટે મતદારો અને ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા છે.

TV9 Gujaratiની વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાઈવ અપડેટ્સ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું લાઈવ રિઝલ્ટ અને દરેક બેઠકના અપડેટ્સ તમે TV9 Gujarati News પર જીવંત જોઈ શકશો. ટીવી ચેનલ ઉપરાંત TV9 Gujaratiની વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાઈવ અપડેટ્સ ઉપલબ્ધ રહેશે. કોણ આગળ અને કોણ પાછળ, કઈ પાર્ટી કયા વિસ્તારમાં બાજી મારી રહી છે, તેની તમામ માહિતી રિયલ ટાઈમમાં મળશે.

આ ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણો માટે ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે જનતા કોના પક્ષે ઉભી રહી તે પરિણામોમાં સ્પષ્ટ થશે. તેથી જો તમે પણ ચૂંટણી પરિણામોની દરેક અપડેટ જાણવા માંગતા હોવ તો TV9 Gujarati સાથે જોડાયેલા રહો.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો જંગ: આકરા તાપ વચ્ચે પંચાયતોમાં 52% અને મનપામાં સરેરાશ 48.55% મતદાન, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ- જુઓ Video

Follow Us
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
g clip-path="url(#clip0_868_265)">