AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓના બદલી, 72 જેટલા અધિકારીઓની બદલીના આદેશ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશો અનુસાર કુલ 72 જેટલા સનદી અધિકારીઓ (IAS Officers)ની બદલી કરવામાં આવી છે.

Breaking News: ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓના બદલી, 72 જેટલા અધિકારીઓની બદલીના આદેશ
Kinjal Mishra
| Edited By: | Updated on: May 13, 2026 | 1:51 PM
Share

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશો અનુસાર કુલ 72 જેટલા સનદી અધિકારીઓ (IAS Officers)ની બદલી કરવામાં આવી છે. રાજ્યના અનેક મહત્વના જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

અમદાવાદ, સુરત, કચ્છ-ભુજ, ભરૂચ, નર્મદા, મોરબી, નવસારી, દાહોદ, ખેડા, ગીર સોમનાથ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ, વાવ-થરાદ સહિતના જિલ્લાઓના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. સાથે સાથે તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટરો પણ બદલાયા છે.

મુખ્ય બદલી અને નવી નિમણૂકો

અમદાવાદ

  • અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી
  • તેમને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક આપવામાં આવી

સુરત

  • સુરતના કલેક્ટર સૌરભ પારધીની બદલી
  • ખાદ્ય અને નાગરિક પુરવઠા નિયામકના અધિક સચિવ તરીકે નિમણૂક

ભરૂચ

  • ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણીને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા
  • ભરૂચના નવા કલેક્ટર તરીકે ડૉ. નવનાથ ગૌહાનેની નિમણૂક

ગાંધીનગર

  • ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી
  • વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક

જામનગર

  • જામનગર મનપા કમિશનર ડી.એન. મોદીની બદલી
  • તેમને ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ

કચ્છ-ભુજ

  • કચ્છ-ભુજના કલેક્ટર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી

જૂનાગઢ

  • ટુરિઝમ વિભાગના MD પ્રભવ જોશીની બદલી
  • તેમને જૂનાગઢ મનપા કમિશનરનો ચાર્જ સોંપાયો
  • જૂનાગઢના નવા કલેક્ટર તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક

તાપી

  • દેવ ચૌધરીને તાપી-વ્યારા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર પણ બદલાયા

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વહીવટી ફેરફારોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હાલના ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની બદલી કરીને તેમને ગીર સોમનાથ જિલ્લાના નવા કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બંને અધિકારીઓને નવી જવાબદારીઓ સાથે મહત્વપૂર્ણ કામગીરી સંભાળવાની રહેશે.

અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર

રાજ્ય સરકારના આ નિર્ણય બાદ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક થવાને કારણે વહીવટી તંત્રમાં નવી ગતિ જોવા મળશે. ખાસ કરીને વિકાસ કામો, શહેરી આયોજન અને સરકારની યોજનાઓના અમલીકરણમાં હવે નવા અધિકારીઓની કામગીરી પર નજર રહેશે.

સરકારનો મોટો વહીવટી નિર્ણય

રાજ્ય સરકારે એક સાથે 72 જેટલા IAS અધિકારીઓની બદલી કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં વહીવટી કાર્યક્ષમતા અને વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા સરકાર ગંભીર છે. ખાસ કરીને મહાનગરપાલિકા, ટુરિઝમ, ઊર્જા અને રેવન્યુ વિભાગોમાં મોટા ફેરફારો કરાયા છે.

આ પણ વાંચો- નાની રહી ચૂક્યા છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, માતાનું સમાજમાં મોટું નામ, આવો છે બોલિવુડમાં એન્ટ્રી કરનાર સંસ્કૃતિનો પરિવાર

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">