AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, 3.5 ની તીવ્રતાનો આંચકો, પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે 4.12 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ છે.

Breaking News : વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, 3.5 ની તીવ્રતાનો આંચકો, પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
Earthquake
Ronak Varma
| Edited By: | Updated on: Sep 08, 2023 | 6:40 AM
Share

Earthquake:   ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે 4.12 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ છે.

આ પણ વાંચો : Ahmedabad Rain: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન, દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ Video

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર અથડાવવાના કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ભૂકંપ માપવા માટેનું માપ શું છે

રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.

ભૂકંપના રિકટર સ્કેલ અને અસર

0થી 1.9 – માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 – હળવું કંપન, 3થી 3.9 – ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 – બારીના કાચ તૂટે, 5થી 5.9 – ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 – મકાનોના પાયા હલે છે, 7થી 7.9 – મકાનો પડી શકે છે, 8થી 8.9 – પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે – સંપૂર્ણ તબાહી

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">