Breaking News : ખેડા અને ભરુચની તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ Video
નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક અને ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતનની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર આમઆદમી પાર્ટીએ જીત મેળવી છે.

ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ચીખલોડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી થઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર સોનલ પરમારને 1,176 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હિરલ રાઠોડને 429 મત મળ્યા છે.કોંગ્રેસની જીતના પગલે કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપની હાર આમઆદમી પાર્ટીની જીત
ભરૂચ નેત્રંગ તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ પણ સામે આવ્યું છે. બિલોઠી બેઠકની પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે.AAPના ઉમેદવાર પ્રવીણ વસાવાની જીત થઈ છે.ભાજપના કાંતિલાલ વસાવાની 806 મતોથી હાર થઈ છે.
આ અગાઉ યોજાયેલી ફાગવેલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન તાલુકાની વહીવટી પુનર્રચના સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચૂંટણી બહિષ્કારના કારણે ખાલી પડેલી આ બેઠકને ભરવા માટે ચૂંટણી યોજાય હતી. હવે આ બેઠકનું પરિણામ પણ આવી ચૂક્યું છે. ભરૂચની નેત્રંગ તાલુક પંચાયતની બિલોઠી બેઠક પર આપના વિજેતા ઉમેદવારનું આકસ્મિક મૃત્યુ થતા પેટા ચૂંટણી યોજાઈ હતી.