Botad : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શુક્રવારે 176 મો પાટોત્સવ યોજાશે

|

Oct 13, 2022 | 6:27 PM

સુપ્રસિદ્ધ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિર(Hanumanji Temple)ખાતે 176 મો પાટોત્સવ (Patotsav) શુક્રવારે યોજાશે.મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  મોટી સંખ્યામાં હરિભક્તો રહેશે હાજર. જેમાં લાખો હરી ભક્તોનું આસ્થા નું કેન્દ્ર એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે

Botad : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શુક્રવારે 176 મો પાટોત્સવ યોજાશે
Salangpur Hanuman Temple
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિર(Hanumanji Temple)ખાતે 176 મો પાટોત્સવ (Patotsav) શુક્રવારે યોજાશે.મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  મોટી સંખ્યામાં હરિભક્તો રહેશે હાજર. લાખો હરી ભક્તોનું આસ્થા નું કેન્દ્ર એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે આવતીકાલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી ની મંદિરની સ્થાપના ના 174 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે .જેને લઈને હનુમાનજી મંદિર વિભાગ દ્વારા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વહેલી સવારે દાદાની ભવ્ય શણગાર સાથે આરતી થશે ત્યારબાદ ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ હનુમાનજી દાદાના છડીનો અભિષેક તેમજ અન્નકૂટ શહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ ખાસ હાજરી આપશે.અને મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહેશે.

54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં

આ ઉપરાંત  બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કાળી ચૌદસ પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે. દાદાની વિરાટ પ્રતિમાનું લોકાપર્ણ વડાપ્રધાન મોદી કરે તેવી મંદિર વિભાગે માહિતી આપી છે.30 હજાર કિલો વજન અને પંચધાતુની આ પ્રતિમા હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રતિમા સાળંગપુરની શોભા બનશે. આ મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.

અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય
સુરતથી માત્ર 2 કલાકમાં પહોંચાશે ભાવનગર, ગુજરાતના દરિયામાં બનશે બ્રિજ, જુઓ
શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો
લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો
આજનું રાશિફળ તારીખ : 15-11-2024

ભૂકંપના મોટા ઝટકાની અસર થશે નહીં

દાદાની આ વિશાળ પ્રતિમાથી સાળંગપુરની કાયાપલટ થશે.દાદાની પ્રતિમાની વિશેષતાની વાત કરીએ તો, દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા તૈયાર થઈ રહી છે..આ પ્રતિમા સાળંગપુર આવતા 7 કિમી દૂરથી દેખાશે.1,35,000 સ્કેવર ફૂટ જગ્યામાં આકાર લેશે.દક્ષિણ મુખે હનુમાનજીની જાયન્ટ પ્રતિમા મુકવામાં આવશે.પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે..અંદરનું સ્ટ્રકચર સ્ટીલનું છે.ભૂકંપના મોટા ઝટકાની અસર થશે નહીં..બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે.જયારે બેઝની વોલ પર દાદાનું જીવન ચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે.

મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે

જેમાં સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરાશે. આ અંગે મળતી માહિતી મુજબ 100 જેટલા શિલ્પીઓ દ્વારા તૈયાર થનાર આ મૂર્તિને 1000 વર્ષ સુધી કોઈ નુકશાન ન થાય તે રીતે તૈયાર કરાશે. આ પંચધાતુવાળી મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે.

Next Article