Video: સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે

અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.

Video: સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 10:45 PM

ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીન

તમને જણાવી દઈએ કે કચ્છ પ્રદેશમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક PILની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ચારાની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.

નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી

ગુજરાત સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?

ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી

રાજ્યના મહેસૂલ વિભાગે 2005માં ફાળવણી કરી હોવા છતાં, 2010માં જ્યારે APSEZએ ગૌચર જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની જાણ થઈ. રહેવાસીઓના જણાવ્યા મુજબ, APSEZને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા પછી, ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ પગલું ગેરકાયદેસર હતું કારણ કે ગામમાં પહેલેથી જ ગોચરની જમીન ઓછી હતી. વધુમાં, તેમણે દાવો કર્યો હતો કે આ જમીન જાહેર અને સામુદાયિક સંપત્તિ છે.

પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર

ગુજરાત હાઈકોર્ટે 2014માં પીઆઈએલનો નિકાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે ડેપ્યુટી કમિશનરે 387 હેક્ટર વધારાની સરકારી જમીન ગોચર માટે આપવાનો આદેશ પસાર કર્યો હતો. જ્યારે આવું ન થયું ત્યારે હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 2015માં કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને દલીલ કરી હતી કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર છે. ત્યારે રાજ્ય સરકારે લગભગ 7 કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ગામલોકોને સ્વીકાર્ય ન હતો કારણ કે તેઓએ કહ્યું હતું કે પશુઓ માટે આટલું લાંબુ અંતર કાપવું શક્ય નથી.

એપ્રિલ 2024માં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચે રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને ઉકેલ શોધવા માટે નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે, ACS એ એફિડેવિટ દ્વારા બેંચને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ APSEZને ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો: Adani Group: 2600% વધ્યો અદાણીનો આ શેર, 26 રૂપિયાથી પહોચ્યો 700 રૂપિયાને પાર, 14 લાખથી વધારે છે રોકાણકારો

Latest News Updates

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
g clip-path="url(#clip0_868_265)">