AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ છે કે ગલીનો ગુંડો ? કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં મૂક્યો, એક લુખ્ખાની જેમ નિર્દોષ યુવકને ઝૂડી નાખ્યો – જુઓ Video

અમદાવાદમાં SMCના પોલીસકર્મીએ જે રીતે એક યુવકને ગુંડાની જેમ ઝૂડ્યો, તેણે ખાખી વરદીને લજવી નાખી છે. દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં જેમના ટાંટિયા ધ્રૂજે છે, તેવા પોલીસકર્મીઓ હવે સામાન્ય જનતા પર પોતાનો રોફ ઝાડી રહ્યા છે. આ દાદાગીરી સવાલ ઊભો કરે છે કે, શું પોલીસનો આ પાવર ફક્ત કાયદાનું પાલન કરતી પ્રજાને દબાવવા માટે જ છે?

પોલીસ છે કે ગલીનો ગુંડો ? કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં મૂક્યો, એક લુખ્ખાની જેમ નિર્દોષ યુવકને ઝૂડી નાખ્યો - જુઓ Video
| Updated on: May 06, 2026 | 7:16 PM
Share

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પાટણમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નવાઝ ગુલામ રસુલે સમાજની વાડીમાં રૂમ રાખવા જેવી નજીવી બાબતે પિત્તો ગુમાવ્યો હતો અને ત્યાં હાજર એક યુવક સાથે ઉગ્ર તકરાર કરી હતી. આવેશમાં આવી ગયેલા કોન્સ્ટેબલે યુવકને જાહેરમાં ધડાધડ લાફા ઝીંકી દીધા હતા અને અપશબ્દો બોલી, વાળ ખેંચીને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.

પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલા આ હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આટલી હિંસક વર્તણૂક બાદ મામલો ગંભીર બનતા અંતે કોન્સ્ટેબલે યુવકની માફી માંગીને વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એક જવાબદાર પદ પર હોવા છતાં કાયદાના રક્ષકે નજીવી વાતમાં કાયદો હાથમાં લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

શું પોલીસ હવે સામાન્ય જનતા માટે જોખમ બની રહી છે?

અમદાવાદમાં SMC પોલીસકર્મીની ગુંડાગીરી બાદ જનતામાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, શું પોલીસને સામાન્ય જનતા પર હાથ ઉપાડવાની છૂટ મળી ગઈ છે? વરદી પહેર્યા પછી આ પોલીસકર્મીઓ કાયદાનું ભાન કેમ ભૂલી જાય છે? શું પોલીસનું કામ હવે ગુંડારાજ ચલાવવાનું છે?

‘પોલીસ’નો ખોટેખોટો પાવર ક્યાં સુધી સહન કરશે ‘જનતા’?

જનતામાં એ વાતનો પણ રોષ છે કે, જે દાદાગીરી નિર્દોષ યુવક પર બતાવવામાં આવી, એવી તાકાત દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સામે કેમ નથી દેખાતી? આખરે પોલીસ ફક્ત નબળા લોકો પર જ કેમ પિત્તો ગુમાવે છે? શું માત્ર માફી માંગી લેવાથી આવી હિંસક હરકત માફ કરી શકાય? જો સુરક્ષા કરનાર પોલીસ જ આવી રીતે ગુંડા જેવું વર્તન કરશે, તો સામાન્ય જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી?

કરોડોનો વહીવટ અને ભણતરના ઠેકાણા નહીં ! શું હવે BJPના આવા અભણ નેતાઓના ભરોસે જ થશે જનતાનો વિકાસ? – જુઓ Video

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">