AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોનો વહીવટ અને ભણતરના ઠેકાણા નહીં ! શું હવે BJPના આવા અભણ નેતાઓના ભરોસે જ થશે જનતાનો વિકાસ? – જુઓ Video

તાજેતરમાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મનપાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની શૈક્ષણિક લાયકાતને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે. 52 માંથી અડધા જેટલા નગરસેવકો ઉચ્ચ શિક્ષિત નથી, જેમાં કેટલાક તો પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરી શક્યા નથી.

કરોડોનો વહીવટ અને ભણતરના ઠેકાણા નહીં ! શું હવે BJPના આવા અભણ નેતાઓના ભરોસે જ થશે જનતાનો વિકાસ? - જુઓ Video
| Updated on: May 05, 2026 | 4:23 PM
Share

તાજેતરમાં જ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભાવનગર મનપામાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોની શૈક્ષણિક લાયકાત જોઈને મતદારોને પણ નવાઈ લાગી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે, શિક્ષિત ઉમેદવારો ચૂંટાઈને આવે તો વિકાસના કામો ઝડપથી થાય પરંતુ ભાવનગરમાં કંઈક ઉલટું જ ચિત્ર જોવા મળ્યું છે. ભાવનગર મનપામાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને જે 52 નગરસેવકોને ચૂંટ્યા છે, તેમાંથી અડધા નગરસેવકોએ પણ ઉચ્ચ અભ્યાસ કરેલો નથી.

મળતી માહિતી મુજબ, 52 નગરસેવકમાંથી 5 એવા છે કે, જેઓ માત્ર 7 ધોરણથી ઓછો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 નગરસેવકો ધોરણ-10માં નાપાસ થયેલા છે. આ ઉપરાંત 10 નગરસેવકો એવા છે કે, જેમણે ધોરણ-10 અને 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ભાજપનો એક કોર્પોરેટર તો માત્ર એક ધોરણ સુધી જ ભણેલો છે. ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો, માત્ર 17 નગરસેવક ગ્રેજ્યુએટ છે.

ચૂંટાયેલા નગરસેવકોના અભ્યાસને લઈને કોંગ્રેસે હવે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું છે કે, આટલું ઓછું ભણેલા નગરસેવકો મનપાનો કરોડો રૂપિયાનો વહીવટ કઈ રીતે સંભાળશે? બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખે નગરસેવકોના અભ્યાસ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘણા કોર્પોરેટરો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. બીજું કે, જે નગરસેવકો વધુ અભ્યાસ કરી શક્યા નથી, તેમની પાસે બહોળો અનુભવ અને કામ કરવાની ઉત્તમ ક્ષમતા છે. આથી, ઓછો અભ્યાસ વહીવટી કાર્યમાં કોઈ પણ પ્રકારે બાધારૂપ બનશે નહીં.

શું ભાજપમાં આવા જ નેતાઓ છે? જનતાએ મત ન આપ્યા તો BJP ઉમેદવારે આખું ગામ હેરાન થાય તેવો ખેલ કર્યો – જુઓ Video

Follow Us
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">