Junagadh: માંગરોળમાં ભારે વરસાદના પગલે લંબોરા ડેમ ઓવરફલો થયો

જૂનાગઢના (Junagadh) માંગરોળમાં ભારે વરસાદના પગલે લંબોરા ડેમ ઓવરફલો થતા નોળી નદીમાં પૂર આવ્યું છે..જેને લઈને કામનાથ પાસે કોઝવે પર લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:46 PM

ગુજરાતમાં (Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain)પગલે રાજયના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે રાજયના અનેક જિલ્લાઓમાં નદીઓ અને ડેમમાં નવા નીર પણ આવ્યા છે. જેમાં જૂનાગઢના (Junagadh) માંગરોળમાં ભારે વરસાદના પગલે લંબોરા ડેમ ઓવરફલો થતા નોળી નદીમાં પૂર આવ્યું છે..જેને લઈને કામનાથ પાસે કોઝવે પર લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે. જેમાં નદી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. ઓઝત નદીમાં પૂર આવતા સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું છે. આગમચેતીના ભાગરૂપે તંત્રએ NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ સ્થાનિકોની મદદ અને રેસ્ક્યૂ માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ઘેડ પંથકના ખેતરોમાં હજી પણ પાણી ભરેલા છે.

પ્રશ્નાવાડ ગામ પાણીથી તરબોળ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો કે અત્યાર સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળી દીધુ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. પ્રશ્નાવાડા ગામ સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">