Bhavnagar Hospital Fire: સમર્પણ હોસ્પિટલની આગ મુદ્દે ધારાસભ્ય જીતુ વાઘાણી લાલઘૂમ, કહ્યું દોષિતોને નહીં છોડાય
Bhavnagar Hospital Fire: ભાવનગરના કાળુભા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે હોસ્પિટલમાં દાખલ 18 દર્દીઓને બચાવી લેવાયા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ કસુરવારો સામે કડક પગલા ભરવાની ખાતરી આપી હતી.
Bhavnagar Hospital Fire: ભાવનગરના કાળુભા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે હોસ્પિટલમાં દાખલ 18 દર્દીઓને બચાવી લેવાયા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ કસુરવારો સામે કડક પગલા ભરવાની ખાતરી આપી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે 18 દર્દીઓનો બચાવ થયો હતો. આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..
ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય જીતુ વાઘાણી અને પોલીસ અધિક્ષક સહિત અનેક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જીતુ વાઘાણીએ કસૂરવાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આગને કારણે લીફ્ટ બંધ કરી દેવાતા કોરોનાના દર્દીઓને તેડી તેડીને બહાર લવાયા હતા.
અડધી રાત્રે હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. દર્દીઓને ચાલુ ઓક્સિજને બાટલા પકડી પકડીને નીચે ઉતારી 108 દ્વારા અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગના સમયે સ્ટાફ દ્વારા બારીઓના પરદા અને ગાદલા ખેંચીને બહાર કાઢી લેવાતા આગ આગળ નહોતી વધી.
સદનસીબે એક પણ વ્યક્તિ આગની ઘટના હોવા છતાં દાઝ્યો નથી કે જાનહાની થઈ નથી, સારવાર લેનાર દર્દીઓમાંથી 14 દર્દીઓ તો બાયપેપ પર સારવાર લઈ રહ્યા હતા. આ તમામ દર્દીઓ ને આગમાંથી બચાવવા જેવુજ કઠિન કામ અન્ય હોસ્પિટલમાં આ ક્રિટિકલ સ્થિતિમાં ફેરવવા તે કઠિન કામ હતું.
આમ છતાં બધાજ દર્દીઓ ને શાંતિ પૂર્વક અન્ય હોસ્પિટલ માં શિફ્ટ કરાયા હતા. આ ઘટનાને લઈને હોટેલ માં આ પ્રકારે હોસ્પિટલ શરૂ કરવી અને મંજૂરી આપવી કેટલી જોખમી છે તે નજર સામે આવેલા દયનિય દ્રશ્યો જ કહી જાય છે. જોકે આ ઘટનાની તપાસ થવી એટલી જ જરૂરી છે.