Weather Update : ચોમાસાની વિદાય બાદ પણ મેઘરાજા વરસવાના મૂડમાં, આ શહેરોમાં વરસાદી ઝાપટાના એંધાણ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં (South Saurashtra)  વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગનુ માનીએ તો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.

Weather Update : ચોમાસાની વિદાય બાદ પણ મેઘરાજા વરસવાના મૂડમાં, આ શહેરોમાં વરસાદી ઝાપટાના એંધાણ
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 6:40 AM

હાલ રાજ્યમાં (Gujarat)  બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક ગરમીનો પારો વધી પારો 35 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે.તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં (South Saurashtra)  વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગનુ માનીએ તો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.

ઉતર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

જો આજના 06 ઓક્ટોબરના  હવામાનની વિગતે વાત કરીએ તો  ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન ગરમીનો પારો વધી શકે છે. તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ શહેરીજનોએ ગરમી સહન કરવી પડશે

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ આ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 28 રહેશે. તેમજ શહેરમાં વરસાદ થવાની શક્યતા છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયા વાતવરણનો અનુભ થશે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ દિવસ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે.તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ ગરમીનો પારો વધી શકે છે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે.જ્યારે દિવસ દરમિયાનવાદળછાયુ વાતાવરણ રહેશે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાના એંધાણ

નવસારીની (Navsari)  વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે,તેમજ વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે, તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન વરસાદી ઝાપટાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 32 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન શહેરીજનોને ગરમીનો અનુભવ થશે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 36 નોંધાશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે .ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડશે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન ગરમીનો પારો વધી શકે છે. ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે .તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 39 રહેશે, તેમજ શહેરીજનોએ વધુ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે.તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">