AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૈતર વસાવા કેમ ન પહોંચ્યા ભરૂચ કોર્ટ? જાણો શું છે અસલ કારણ!

પોલીસ તંત્ર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની નજર આ અદાલતી કાર્યવાહી પર મંડાયેલી છે જોકે જજ રજા પર હોવાથી આ કેસમાં આજે ચૈતર વસાવા કોર્ટમાં આવશે નહિ

Breaking News  : ચૈતર વસાવા કેમ ન પહોંચ્યા ભરૂચ કોર્ટ? જાણો શું છે અસલ કારણ!
| Updated on: Jul 29, 2026 | 12:27 PM
Share

પોલીસ તંત્ર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની નજર આ અદાલતી કાર્યવાહી પર મંડાયેલી છે જોકે જજ રજા પર હોવાથી આ કેસમાં આજે ચૈતર વસાવા કોર્ટમાં આવશે નહિ

નવી મુદત આપવામાં આવશે

મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના આજે અદાલતમાં હાજર ન રહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કેસની સુનાવણી કરનાર જજ સાહેબ રજા પર છે. ન્યાયાધીશની ગેરહાજરીના કારણે આજે કોઈ કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકી નથી અને પરિણામે કોર્ટ દ્વારા કેસની સુનાવણી અટકાવી નવી મુદત પાડવામાં આવી છે.

આખરે સમગ્ર વિવાદ શું છે ?

આ સમગ્ર મામલો જુલાઈ ૨૦૨૪ દરમિયાનનો છે, જ્યાં ચૈતર વસાવા પર પોલીસ પ્રશાસનની છબી ખરડવાનો આક્ષેપ થયો હતો. આ મામલે પોલીસકર્મીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ભરૂચ કોર્ટે અગાઉ પણ નોટિસ જારી કરી હતી. જોકે, જેતે સમયે નોટિસની યોગ્ય બજવણી ન થવાના ટેકનિકલ કારણોસર સુનાવણી લંબાઈ હતી.

આજે ન્યાયાધીશ રજા પર હોવાના કારણે હવે આ કેસમાં અદાલત દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. ચૈતર વસાવાની મુશ્કેલીઓનો અંત આવશે કે તેમની સામે વધુ કડક વલણ અપનાવવામાં આવશે, તે હવે પછીની આગામી કોર્ટ મુદત દરમિયાન જ સ્પષ્ટ થશે.

ચૈતર વસાવા જેલમાં છે

આમ આદમી પાર્ટીના આક્રમક આદિવાસી નેતા ગણાતા ચૈતર વસાવા સામે અગાઉ પણ અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગ અને સરકારી તંત્ર પર પ્રહારો કરવાના કારણે તેઓ સતત વિવાદોમાં રહે છે. આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સામેની કાર્યવાહીને રાજકીય બદલાની ભાવના અને વિપક્ષનો અવાજ દબાવવાનું કાવતરું ગણાવી રહી છે. વારંવાર કોર્ટની તારીખો અને કાનૂની ગુંચવણો વચ્ચે ચૈતર વસાવા માટે આગામી સમય રાજકીય તેમજ કાયદાકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક બની રહેશે.

ન્યાયાધીશ રજા પર હોવાના કારણે હવે ચૈત્ર વસાવા સામેના ભરૂચ કોર્ટના કેસમાં હવે અદાલત દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. ચૈતર વસાવા ઘણા સમયથી કાયદાકીય  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેમને ભરૂચ કોર્ટમાં પણ કેસનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Breaking News: ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું! 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ

Follow Us
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
g clip-path="url(#clip0_868_265)">