AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : કરોડોના ‘મિકેનિકલ સીલ’ની ચોરી કરનાર ચીકલીગર ગેંગને દહેજ પોલીસે દબોચી લીધી, 6 ની ધરપકડ કરાઈ

ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે એક મોટી સફળતા મેળવતા ગુજરાત ફ્લોરો કેમિકલ લિમીટેડ (GFL) કંપનીના વેરહાઉસમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

ભરૂચ : કરોડોના 'મિકેનિકલ સીલ'ની ચોરી કરનાર ચીકલીગર ગેંગને દહેજ પોલીસે દબોચી લીધી, 6 ની ધરપકડ કરાઈ
| Updated on: Apr 18, 2026 | 12:38 PM
Share

ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે એક મોટી સફળતા મેળવતા ગુજરાત ફ્લોરો કેમિકલ લિમીટેડ (GFL) કંપનીના વેરહાઉસમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 3.21 કરોડથી વધુના મુદ્દામાલ સાથે કુલ 6 રીઢા તસ્કરોની ધરપકડ કરી છે.

અટાલી ગામની સીમમાં આવેલી GFL કંપનીના ‘વી-લોજિસ્ટિક’ વેરહાઉસમાં ગત તા. 15 અને 16 એપ્રિલ દરમિયાન તસ્કરોએ ત્રાટકી પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ વેરહાઉસમાંથી અત્યંત કિંમતી એવા 21 નંગ મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટ્સ મળી કુલ રૂ. 3,16,83,000/- ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે દહેજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

ચોરી કરી સામાન એક પતરાની દુકાનમાં સંતાડી દીધો હતો

ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડો. અનિલ સીસારાના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ એચ.બી. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે કેટલાક ઇસમો વાદળી રંગની બ્રેઝા ગાડીમાં રહીયાદ ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને આંતરી તપાસ કરતા તેમાંથી 3 નંગ મિકેનિકલ સીલ મળી આવ્યા હતા. આરોપીઓની કડક પૂછપરછમાં અન્ય મુદ્દામાલ રહીયાદ ચોકડી પાસેની એક પતરાની દુકાનમાં છુપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ અને જીતેશકુમારને મળેલી સચોટ બાતમીને કારણે જ આરોપીઓને રંગેહાથ ઝડપી શકાયા.

આ આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો

  • વિશાલદીપસીંગ હરપાલસીંગ સીંઘ
  • ગુરૂસેવકસીંગ ભોલાસીંગ ગીલ
  • હરવિન્દરસીંગ ઉર્ફે જહલ પ્રતાપસીંગ જાટ
  • રાજદીપસીંગ ઉર્ફે જગ્ગા બાબુસીંગ જાટ
  • ભગીરથ ધનરાજ ગુર્જર
  • જયદેવભાઈ સુરેશભાઈ પટેલ
  • બલવિંદરસિંગ જાટ રહે.ઉત્તરપ્રદેશ (વોન્ટેડ)

આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ

પકડાયેલા આરોપીઓ પૈકી જયદેવ પટેલ અને રાજદીપસિંહ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. પૂછપરછમાં આ ટોળકીએ એક મહિના અગાઉ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીની પણ કબૂલાત કરી છે. હાલમાં પોલીસ આ મામલે વોન્ટેડ આરોપી બલવિંદરસિંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખયો

પોલીસ ઈન્સ્પેકટર  એચ.બી.ઝાલા, પોલીસ સબ ઈન્સ્પેકટર સા.શ્રી એન.આર.પાથર તથા અ.હે.કો દિપજયભાઈ ગગજીભાઈ, અ.હે.કો.અશ્વિનભાઈ છગનભાઈ તથા અ.હે.કો જીગ્નેશકુમાર કેશાભાઈ, પો.કો સેતાનસિંહ દલપતસિંહ, પો.કો. જીતેશકુમાર સમીરભાઈ, પો.કો પરેશભાઈ પરબતભાઈ, પો.કો નિલાભાઈ રામાભાઈ, પો.કો અરવિંદકુમાર હિંમતરામ, નાઓ દ્રારા ટીમવર્કથી ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો હતો

Follow Us
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">