AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના વેપારીઓ માટે મોટી તક! માત્ર 5 ડોક્યુમેન્ટમાં સરકારની યોજના હેઠળ હવે સહેલાઈથી મળશે ₹20 લાખ સુધીની લોન

ગેરંટી વગર મળતી લોન હવે સરળ બની ગઈ છે. યોગ્ય ડોક્યુમેન્ટ અને સારા ક્રેડિટ સ્કોર સાથે તમે ₹20 લાખ સુધીની લોન મેળવી શકો છો.

નાના વેપારીઓ માટે મોટી તક! માત્ર 5 ડોક્યુમેન્ટમાં સરકારની યોજના હેઠળ હવે સહેલાઈથી મળશે ₹20 લાખ સુધીની લોન
PM Mudra Loan Scheme Get Up to Rs 20 Lakh Loan Without CollateralImage Credit source: Social Media
| Updated on: Apr 20, 2026 | 1:36 PM
Share

આજના સમયમાં અચાનક નાણાકીય જરૂરિયાતો ઉભી થાય ત્યારે ઘણા લોકો લોન લેવાનો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ ઘણીવાર લોકો પાસે ગીરવે રાખવા માટે કોઈ સંપત્તિ ન હોવાને કારણે લોન મેળવવી મુશ્કેલ બને છે. હવે આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે, કારણ કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ ગીરવે વગર પણ પર્સનલ લોન આપી રહી છે. જો તમે પોતાનું નાનું બિઝનેસ શરૂ કરવું અથવા હાલના ધંધાને વિસ્તૃત કરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે.

શું છે મુદ્રા લોન યોજના?

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ હવે ગેરંટી વગર ₹20 લાખ સુધી લોન મેળવવાની તક ઉપલબ્ધ બની છે. આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ અને સ્વરોજગાર કરનારાઓને નાણાકીય સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. મુદ્રા લોન યોજના એ નોન-કોર્પોરેટ અને નાના વ્યવસાયો માટે બનાવવામાં આવેલી યોજના છે, જેમાં બેંક, માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ અને NBFC દ્વારા લોન આપવામાં આવે છે. આ યોજનામાં ત્રણ મુખ્ય કેટેગરી છે – શિશુ, કિશોર અને તરુણ. વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે લોન મર્યાદા વધારીને ₹20 લાખ સુધી કરવામાં આવી છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે.

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઈપણ પ્રકારની ગેરંટી અથવા ગીરવે આપવાની જરૂર નથી. સરકાર તરફથી ક્રેડિટ ગેરંટી સપોર્ટ આપવામાં આવે છે, જેના કારણે બેંકો માટે લોન મંજૂર કરવી સરળ બને છે. જોકે, અરજદારની નાણાકીય સ્થિતિ, બિઝનેસ પ્લાન અને ક્રેડિટ હિસ્ટ્રીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

લોન માટે અરજી કરતી વખતે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે:

  • ઓળખ પુરાવો (આધાર કાર્ડ, PAN કાર્ડ વગેરે)
  • સરનામાનો પુરાવો
  • બિઝનેસ પ્લાનનું વિગતવાર વર્ણન
  • છેલ્લા 6 થી 12 મહિનાનો બેંક સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

કોણ લાભ લઈ શકે?

આ યોજના નાના દુકાનદાર, કારીગર, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને સ્વરોજગાર કરનારાઓ માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને તેઓ માટે, જેમને મૂડીની કમી હોય છે.

વ્યાજદર અને ચુકવણી સમય

મુદ્રા લોન પર વ્યાજદર બેંક મુજબ બદલાય છે, જે સામાન્ય રીતે 8% થી 12% વચ્ચે હોય છે. લોન ચૂકવવાની સમયમર્યાદા 3 થી 5 વર્ષ સુધી હોઈ શકે છે, જેના કારણે EMI નો ભાર ઓછો રહે છે.

ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ

અરજદાર નજીકની બેંકમાં જઈને અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા સરળતાથી અરજી કરી શકે છે. ઘણા બેંકો હવે ડિજિટલ પ્રોસેસ દ્વારા ઝડપી મંજૂરી પણ આપે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના વેપારીઓ અને નવા ઉદ્યોગસાહસિકો માટે એક સારો અવસર બની છે. ગેરંટી વગર ₹20 લાખ સુધી લોન મળવાથી લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે મજબૂત બની શકે છે. આ યોજના દેશમાં રોજગાર વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

New Tax Regime: ₹20 લાખની કમાણી પર ZERO ટેક્સ, જાણો નવી ટેક્સ રેજીમમાં IT બચાવવાનો ફોર્મ્યુલા

Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
g clip-path="url(#clip0_868_265)">