નોકરી શોધતી યુવતીના મદદગાર બની તેને દેહવ્યાપારના ખપ્પરમાં હોમી દેવાનો પ્રયાસ થયો, વાંચો True Story
મસાજ પાર્લર(massage parlour)માં બ્યુટી ટ્રીટમેન્ટના ઓથા હેઠળ દેહવ્યાપારની સમયાંતરે બૂમો ઉઠતી રહે છે. અગાઉ ભરૂચ પોલીસે(Bharuch Police) આ મામલે ઝુંબેશ પણ ચલાવી હતી. પોલીસનું ધ્યાન હટતા ફરી એકવાર મસાજ પાર્લર ચર્ચાના કેન્દ્ર સ્થાને આવ્યા છે.
હરિયાણાની યુવતીને ગુજરાતમાં નોકરીના બહાને લાવી દેહ વ્યાપારના ખપ્પરમાં હોમી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતી તક મળતા નાસી છૂટી એક ટ્રેનમાં બેસી ગઈ હતી. યુવતીના ગભરાટ તરફ ટિકિટ ચેકરનું ધ્યાન જતા પૂછપરછના અંતે યુવતીને સ્થાનિક પોલીસની મદદથી 181 અભયમની ટીમને સોંપવામાં આવી હતી. આ યુવતીનું કાઉન્સીલીગ કર્યા બાદ વતન પરત મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકાના મસાજ પાર્લરમાં ચાલતા દેહ વ્યાપારમાં આ યુવતીને ધકેલી દેવાઈ હતી. મામલે ભરૂચ પોલીસ સક્રિય થઈ મસાજ પાર્લરમાં ચાલતા ગોરખ ધંધાઓ ઉપર તવાઈ બોલાવે તેવી વકી નજરે પડી રહી છે.
મસાજ પાર્લરમાં નોકરીના બહાને લાવી દેહ વ્યાપારમાં ધકેલી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હરિયાણાની ૨૪ વર્ષીય યુવતીએ માતા-પિતાનું છત્ર ગુમાવતાં તેને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી હતી. નોકરીની શોધમાં ભટકતી યુવતીનો ભેટો એક મહિલા સાથે થયો હતો. મદગાર બનવાનો ડોળ કરી આ મહિલા નોકરીવાંચ્છુક યુવતીને અંકલેશ્વર લઈ આવી હતી.આ મહિલાએ યુવતીને મસાજ પાર્લરમાં નોકરી અપાવી હતી. સામાન્ય કામ હોવાના અનુમાન સાથે યુવતીએ નોકરી શરૂ કરી હતી જોકે થોડા સમયમાં પ્રોત પ્રકાશ્યું હતું. અસલમાં અહીં મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો વેપલો ચાલી રહ્યો હતો. સારા ઘર અને સંસ્કારી પરિવારની યુવતીને પણ અહીં દેહવ્યાપારની પ્રવૃત્તિમાં જોડાઈ જવા દબાણ કરવા લાગ્યું હતું. જોકે યુવતીને તક મળતા તે મસાજ પાર્લર માંથી નાસી છૂટી હતી જે રેલવે સ્ટેશને પહોંચી જે પહેલી ટ્રેન નજરે પડી તેમાં બેસી ગઈ હતી. અત્યંત ભયભીત યુવતી ઉપર ટ્રેનમાં ટીકીટ ચેકરની નજર પડતા તેને પૂછપરછ કરતા દેહવ્યાપારના વેપલાનો ઘટસ્ફોટ થયો હતો. ટિકિટ ચેકરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મહિલાઓ કબ્જો સોંપ્યો હતો. ટીમે આવી કાઉન્સીલીગ બાદ પીડિતાને વન સ્ટોપ સખી સેન્ટરમાં મોકલી આપીને તેને વતન મોકલઈ આપી છે.
મસાજ પાર્લર ફરી વિવાદોમાં
મસાજ પાર્લરમાં બ્યુટી ટ્રીટમેન્ટના ઓથા હેઠળ દેહવ્યાપારની સમયાંતરે બૂમો ઉઠતી રહે છે. અગાઉ ભરૂચ પોલીસે આ મામલે ઝુંબેશ પણ ચલાવી હતી. પોલીસનું ધ્યાન હટતા ફરી એકવાર મસાજ પાર્લર ચર્ચાના કેન્દ્ર સ્થાને આવ્યા છે.