હવે અજાણ્યા વ્યક્તિ પાસે મદદ લેતા પહેલા 100 વાર વિચારવું પડે!!! ભરૂચ પોલીસે ઝડપેલા શખ્શે મદદના નામે 15 લોકોના બેંકના ખાતા સાફ કરી નાંખ્યા
આ ગુનાઓ તથા આરોપીનું પગેરૂ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ સાહેબ અંકલેશ્વર ડીવીઝન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ATM સેન્ટર ઉપર નાણા ઉપાડવા આવતા નાગરીકોને મદદના બહાને વાતોમાં ભોળવી ATM કાર્ડ બદલી લઇ પાસવર્ડ જાણી લઈ નાણા ખંખેરતી ગેંગના સાગરીતને ઝડપી પાડી કુલ ૧૫ ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તથા અંકલેશ્વર શહેર “એડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી વયસ્કોને મોટેભાગે વયસ્કોને નિશાન બનાવતી હોય છે. મદદના નામે એટીએમ કાર્ડ બદલી લઈ બાદમાં પૈસા ઉપાડી લઈ વૃદ્ધોને ઠગવામાં આવતા હોય છે. પોલીસે એક સાગ્રીતની ધરપકડ બાદ પૂછપરછના આધારે ઠગ ટોળકીના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
મદદગાર બની ચોરી કરતા હતા
ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા ATM સેન્ટર ઉપર રૂપીયા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોળવી રૂપી ઉપાડવામાં મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ATM કાર્ડનો પાસવર્ડ મેળવી લઇ રૂપીયા ઉપાડવા ગુનાની સંખ્યામાં વધારો થયો હતો. આ ગુનાઓ તથા આરોપીનું પગેરૂ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ સાહેબ અંકલેશ્વર ડીવીઝન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહેસાણાથી સૂત્રધાર ઝડપાયો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ દ્વારા અંકલેશ્વર શહેરમાં ATM કાર્ડ બદલી રૂપીચા ઉપાડી લેવાના બનાવો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી CCTV ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ દ્વારા ચોક્કસ દિશામાં તપાસ શરુ કરી હતી. અંકલેશ્વર શહેરમાં પિરામણનાકા નજીક આવેલ યુનીયન બેંકના ATM ખાતે ATM કાર્ડ બદલી રૂપીયા ઉપાડવાનો બનાવ આ દરમ્યાન સામે આવ્યો હતો. ગુનામાં સી.સી.ટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ ઇસમ મહેસાણાનો હોવાની કદી મળતા ટીમ રવાના કરવામાં આવી હતી. મહેસાણાના કડી નજીક સુરજ ગામેથી શંકાસ્પદ આરોપી શૈલેષ સલાટ મળી આવતા તેને ઝડપી પાડી તેની ઉંડાણ પૂર્વકની પુછપરછ કરવામાં આવતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.
15 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો
આરોપી દ્વારા ભરૂચ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સુરત, વડોદરા જીલ્લાઓમાં 15 થી વધુ નાગરીકોને ભોળવી તેમના નાણા ઉપાડી લીધેલાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની ટોળકીના અન્ય સાગરીતોની માહિતી મેળવવાની શરૂઆત કરવામાં આવી છે.
ગુનાનો ભેદ ઉકેલવામાં PSI પી.એમ.વાળા સાથે જયરાજભાઇ, પરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા નરેશભાઈ, વિપીનભાઈ , માવજીભાઈ , યુવરાજસિંહ , જયદીપસિંહ , રૂવલસિંહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.