AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના સુઇગામમાં આભ ફાટ્યુ !16 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, થરાદ-વાવ હાઇવે પર ત્રણ-ત્રણ ફૂટ પાણી, જુઓ Video

બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ છલકાઈ ગયા છે અને શહેરો તેમજ ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના પગલે શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

બનાસકાંઠાના સુઇગામમાં આભ ફાટ્યુ !16 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, થરાદ-વાવ હાઇવે પર ત્રણ-ત્રણ ફૂટ પાણી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2025 | 10:32 AM
Share

બનાસકાંઠા, 8 સપ્ટેમ્બર: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ છલકાઈ ગયા છે અને શહેરો તેમજ ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના પગલે શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

સુઈગામમાં 16 ઈંચથી વધુ વરસાદ

સુઈગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 16 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે લીંબોળી, ભરડવા, જલોય સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ ગંભીર બનતાં તંત્રએ NDRF અને SDRFની મદદ માગી છે. NDRFની ટીમ લીંબોળી ગામે તાત્કાલિક પહોંચીને લોકોનું સ્થળાંતર કરાવશે.

ડીસાના ભીલડીમાં પંચવટી સોસાયટી જળમગ્ન

ડીસાના ભીલડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંચવટી સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધી પાણી ભરાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દરેક વર્ષ પાણી ભરાવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

થરાદ-વાવ હાઇવે પાણીમાં ફેરવાયો, વાહન વ્યવહાર પર અસર

થરાદના ચારડા ગામ નજીક વાવ-સુઈગામ-રાધનપુરને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હાઇવે પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં ખોટકાયા છે, જ્યારે ચારડા ગામમાં ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે.

થરાદ શહેરમાં 12 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

થરાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આથી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ટૂ-વ્હીલર ચલાવવી તો દૂર રહી, લોકો ઘરમાં કેદ બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારોએ વધુ તકલીફો ભોગવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">