Banaskantha : વાવ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત ! પાનસેડા નજીક માઈનોર કેનાલમાં 10 ફૂટનું ઊંડું પડ્યું ગાબડું

બનાસકાંઠા જિલ્લાના જોરડિયાલી-તખતપુરા માઇનોર કેનાલમા પડ્યુ 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો. એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું.

Banaskantha : વાવ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત ! પાનસેડા નજીક માઈનોર કેનાલમાં 10 ફૂટનું ઊંડું  પડ્યું ગાબડું
| Edited By: | Updated on: Feb 22, 2023 | 12:31 PM

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાના વાવના પાનસેડા નજીક માઈનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જોરડિયાલી-તખતપુરા માઇનોર કેનાલમા પડ્યુ 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો. એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું.

આ પણ વાંચો :Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી

કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. રવિ સીઝનમાં અત્યાર સુધી વાવ અને થરાદ પથકમાં 7થી વધુ ગાબડાં પડ્યાં છે.

થોડા દિવસ અગાઉ જ થરાદના પીરગઢ ગામ નજીક પણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે જીરું, રાયડો અને એરંડાના પાકનું મોટા પાયે વાવેતર થયેલું હોવાથી પાણી ધસી જતા નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો આ અંગે જણાવે છે કે તંત્રના વાંકે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

લખતર નજીક કેનાલ ઓવરફ્લો

તો બીજી તરફ લખતરના લીલાપુર ગામ નજીકથી નિકળતી સૌરાષ્ટ્ર શાખા નર્મદા નહેર ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોએ ખેતરમાં મુકેલા 4 હજારથી વધુ મણ એરંડાનો પાક તણાઈ ગયો હતો. એરંડામાં જ ખેડૂતોએ 35 લાખથી વધુ નુકસાન થયાની ભીતિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઘઉં અને ચણાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર ફટકો પડ્યો હતો. આ મુદ્દે ખેડૂતોએ પાક ધોવાણનો સર્વે કરીને યોગ્ય વળતર ચુકવવાની માગણી કરી હતી.

વારંવાર પડતાં ગાબડાંથી સર્જાય છે પ્રશ્નો

વારંવાર કેનાલમાં પડતા ગાબડાં એ ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે ત્યારે જ્યાંથી કેનાલ પસાર થતી હોય અને આસપાસ ખેતર હોય તેવી જગ્યાએ કેનાલનું બાંધકામ કાચું હોવાનો પ્રશ્ન ઉભો થાય છે. આવી જગ્યાઓએ માટી અને સિમેન્ટની કોથળીઓ મૂકીને પુરાણ કરવામાં આવતું હોય છે અને પાણીનો પ્રવાહ આવતા માટી ધસી પડતી હોય છે તેના કારણે ગાબડાં પડવાની સમસ્યા સર્જાતી હોય છે અને મહામહેનતે પકવેલા પાકનો સોંથ વળી જતો હોય છે.

Published On - 12:18 pm, Wed, 22 February 23