Gujarati Video : બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, દાંતીવાડા કેનાલમાં ગાબડુ પડતા પાણી ખેતરોમાં ઘુસ્યા

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિચલો યથાવત છે. દાંતીવાડા કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:02 PM

બનાસકાંઠાના ડીસામાં આસેડા પાસે દાંતીવાડા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જેના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યુ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બનાસકાંઠામાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વારંવાર ગાબડા પડતા કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જાય છે, જેના કારણે ઉભા પાકને નુકસાન થઈ રહ્યુ છે. વાવના ટડાવ ગામની સીમમાં કેનાલમાં ગાબડુ પડ્યુ છે, જેના કારણે આસપાસના ખેડૂતોની પરેશાની વધી છે.

રાયડો અને એરંડાના પાકમાં કેનાલના પાણી ભરાઈ જતા નુકસાન

આ તરફ ચોથા નેસડામાં આવેલી માઈનોર બે નંબરની કેનાલમાં પણ ગાબડુ પડ્યુ છે અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે રાયડો અને એરંડાના તૈયાર લહેરાતા પાકમાં કેનાલમાં પાણી ભરાઈ જતા પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. વારંવાર ગાબડા પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનો સીધો આરોપ છે કે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવતી નથી, તેમજ ગાબડા પુરવામાં પણ નર્યો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આથી ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત, વળતરની રકમ નક્કી કરવાની ઉગ્ર માગ

બે દિવસ પહેલા જ થરાદની ઓત્રોલ માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યુ

આ અગાઉ  હજુ બે દિવસ પહેલા જ 14 ફેબ્રુઆરીએ જિલ્લાના થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતુ.. કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતા  રોષ વ્યક્ત કર્યો છે કે, આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. કેનાલની અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કારણે વારંવાર કેનાલમા ગાબડા પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">