Banaskantha: વીજળીની માગ સાથે ખેડૂતોના ધરણા યથાવત, ગામે ગામ ઢોલ વગાડી ખેડૂત આંદોલનના જોડાવા અપીલ
ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો બોરના પાણી હોવા છતાં વીજળીના અભાવે ખેડૂતોને પાણી નથી મળતું. સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, જેની સામે ત્રણ કલાકથી પણ ઓછા સમય માટે વીજળી મળી રહી છે.
સરકાર અને વીજકંપનીએ ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનું વચન આપ્યાને એક અઠવાડીયું માંડ થયું છે અને ત્યાં તો ફરીથી ખેડૂતો (Farmers)એ વીજળી (Electricity)માટે તરફડવું પડી રહ્યું છે. રાજ્ય સરકાર 8 કલાક પૂરતી વીજળી ન આપતી હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha)માં વીજળીની માગ સાથે ખેડૂતોના ધરણા (Protest) યથાવત જોવા મળ્યા. બનાસકાંઠાના ખેડૂતોએ ગામે ગામ ઢોલ વગાડી ખેડૂતોને ખેડૂત આંદોલનના જોડાવા અપીલ કરી છે. રાજ્ય સરકારને જગાડવા માટે તેમજ ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનાવવા ગામે ગામ ઢોલ વગાડી ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠા સાથે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોમાં પણ હજી પૂરતી વીજળી ન મળતી હોવાની ફરિયાદ ઉઠી છે. હજુ તો 16 માર્ચે સરકાર અને પીજીવીસીએલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી મળશે. જો કે ખેડૂતોને પૂરતી વીજળી આપવાના રાજ્ય સરકારના દાવા પોકળ સાબીત થયા છે. બનાસકાંછામા ખેડૂતોને પુરતી વીજળી ન મળતા આંદોલનના મંડાણ થયા છે. તો બીજી તરફ અપૂરતી વીજળીને કારણે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને પિયતની સમસ્યા સર્જાઇ છે.. ધોરાજીમાં વીજળી કાપથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે.
શું છે ખેડૂતોની વીજળી સમસ્યા ?
ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો બોરના પાણી હોવા છતાં વીજળીના અભાવે ખેડૂતોને પાણી નથી મળતું. સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, જેની સામે ત્રણ કલાકથી પણ ઓછા સમય માટે વીજળી મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી આપતા હોવાને કારણે ખેડૂતોનને રાતે ઉજાગરા કરવા પડી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કરવો પડી રહ્યો છે. સામે પિયત માટે વીજળી નિયમિત ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. પાકના જીવનદાન માટે નિયમિત વીજળીની ખેડૂતોની માગ છે.
વીજકાપની ખાતરી આપ્યા પછી પણ હજી ખેડૂતોએ સૂત્રો પોકારવા પડી રહ્યા છે. ખેડૂતોને તો હાલ વીજળીની તાતી જરૂરિયાત છે અને તેનો ઉકેલ સરકાર જલ્દી લાવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચો-
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પગારથી વંચિત, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતા માત્ર ઠાલા આશ્વાસન
આ પણ વાંચો-