ખેડૂતો માટે કામના સમાચાર, લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન નોંધણી ફરજીયાત છે. આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો માટે કામના સમાચાર, લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ
Wheat Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 11:37 PM

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2022-23માં (Ravi Marketing Season) રાજ્ય સરકાર (State Government) દ્વારા લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટેના ભાવ સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015 એટલે કે પ્રતિ મણ રૂ. 403 નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકારને લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પૂરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.02/03/2022થી તા. 31/03/2022 સુધી કરવામાં આવશે.

સરકાર દ્વારા ઉપર મુજબ ઓનલાઈન નોંધણી કરાવવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવેલ છે. ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂતોએ નીચે મૂજબના પૂરાવા નોંધણી સમયે રજૂ કરવાના રહેશે.

1. આધાર કાર્ડની નકલ

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

2. અદ્યતન ગામ નમૂનો- 7, 12, 8-અ ની નકલ

3. ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો

4. ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો કે જેઓ પોતાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત હોઈ, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ના નાયબ જિલ્લા મેનેજરે જણાવ્યું છે કે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE કે ગોડાઉન કક્ષાએ કોઇ પણ રકમ ચુકવવાની રહેતી નથી એટલે કે ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે વિના મૂલ્યે કરવામાં આવે છે.

આ પણ વાંચો : દેશમાં કઠોળની માગ 2030 સુધીમાં વધીને 32.64 મિલિયન ટન થશે, ખેડૂતો કઠોળનું ઉત્પાદન વધારીને નફો મેળવી શકશે

આ પણ વાંચો : PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી

આ પણ વાંચો : Success Story: વિદેશમાં અભ્યાસ કરી પરત ફરી યુવતી, નોકરી છોડી હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ઉગાડે છે શાકભાજી

g clip-path="url(#clip0_868_265)">